________________
વ્રત ગુણ ધારક અવતી, વ્રતી જ્ઞાન ગુણ દોઈ, પરમાતમ કે જ્ઞાન તે, પરમ આતમા હોઈ. છંદ-૭૦
વ્રતીને સ્વર્ગ, સ્વર્ગથી અધિક ફળ જ્ઞાનીને છે, વ્રત એ સન્માર્ગનું પ્રવેશદ્વાર છે. ત્યાં સાધક અટકતો નથી. પરમાર્થમાર્ગની રુચિ થતાં જીવ જે તદ્દન નિમ્ન કોટિમાં હતો ત્યાંથી સુધારણા માટે સંયમ-વ્રતની ભૂમિકામાં આવે છે. ક્રમે કરીને જ્યારે તે જ્ઞાનસ્વરૂપમાં લીન થાય છે ત્યારે પાપ-પુણ્યના, વ્રત-અવ્રતના, સંયમ-અસંયમના ભેદ ભૂંસાઈ જાય છે, જ્ઞાનાગ્નિથી વિકલ્પોનો ભેદ દૂર થતાં ચિત્ત શુદ્ધ થાય છે, ક્રમે કરીને વિકલ્પાત્મક પ્રવાહની શૃંખલા તોડીને તે પરમપદને પામે છે.
મન એ વિકલ્પનો ખજાનો છે, અસંખ્ય વિકલ્પો ઊઠે છે અને પરપોટાની જેમ શમે છે. અવ્રતી એ પ્રમાણે મનનો માર્યો દુ:ખી છે, જ્યારે મનનાં આ વમળો ટળે છે ત્યારે આત્માની જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે ત્યારે મનની તમામ જાળને તોડીને આત્મા જ્ઞાનસંપન્ન થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા પરમપદને પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકનું સાધ્ય સિદ્ધ થાય છે.
लिङ्गं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર.
૮૭
અર્થ : લિંગ દેહને આશ્રિત છે. દેહ સ્વયં આત્માનો સંસાર છે, તેથી લિંગના આગ્રહી છે તે પુરુષો સંસારથી મુક્ત થતા નથી.
=
લિંગ – સ્ત્રી, પુરુષ, નપુંસકનું ચિહ્ન કે આકૃતિ, વળી મુનિવેશમાં નગ્નતા કે અનગ્નતા એ લિંગ સર્વે દેહઆશ્રિત છે, દેહ સ્વયં સંસાર છે. તેથી દેહઆશ્રિત લિંગનો આગ્રહ તે સંસાર છે, લિંગ આશ્રયી આગ્રહ રાખનાર સાધક મુક્તિ પામતો નથી. કારણ કે મોક્ષ લિંગઆશ્રયી નથી. પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મઆશ્રયી છે, તેથી જ્ઞાનમય શુદ્ધ પરિણતિ મોક્ષનું કારણ છે. આત્મા સ્વયં મોક્ષરૂપ છે, તેથી તેમાં જાતિ, વેશ કે લિંગનો ભેદ ન હોય. શરીર એ બાહ્ય સાધન
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૨૫
www.jainelibrary.org