________________
શ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી રચિત
ગુજરાતી પદ્યાનુવાદ (હરિગીત)
નમું સિદ્ધ પરમાત્માને, અક્ષય બોધસ્વરૂપ; જેનો આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. બોલ્યા વિણ પણ ભારતી-દ્ધિ જ્યાં જયવંત, ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થકર ભગવંત, વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ, સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. આગમથી ને લિગથી, ને આત્મશક્તિ અનુરૂપ, હદયતણા ઐકાઅથી, સમ્યક્ વેદી સ્વરૂપ, મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ, પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. આત્મ ત્રિધા સૌ દેહીમાં-બાહ્યાંતર-પરમાત્મ; મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. આત્મભાનિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મક આન્તર' વિભમરહિત છે, અતિનિર્મળ “પરમાત્મ'. નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ વિવિક્ત, પરાત્મ, ઈશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે બહિરાત્મ; આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ, પશુદેહે સ્થિત પશુ, સુરદેહે સ્થિત સુર; નરક તને નારક ગણે, પરમાર્થે નથી એમ, અનંત ધી-શક્તિમયી અચળરૂપ નિવેદ્ય.
૩૧૧
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org