________________
ભય કે
શરીર તો જડ છે. મને શું થવાનું
अदुःखभावितं ज्ञानं, क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१०२॥ અદુઃખભાવિત જ્ઞાન તો દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ૧૦૨
અર્થ : જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે જ્ઞાન આવતાં નષ્ટ થાય છે. માટે મુનિએ-યોગીએ પોતાની શક્તિ અનુસાર કાયાકલેશાદિ દુ:ખોથી આત્મ-ભિન્ન છે તેવી પ્રયોગાત્મક ભાવના ભાવવી.
કથંચિત શરીરના શતાવેદનીય જેવા સુખના સમયમાં કે કોઈ શુભયોગના સંયોગમાં કેવળ ભાવના કરી રાખી હોય કે અશાતાના ઉદયમાં દેહ જ યાદ નહિ રાખું. મને શું થવાનું છે ? હું તો આત્મા છું. શરીર તો જડ છે. ધનાદિ ન હોય તો પણ મને કંઈ ભય કે દુઃખ નથી. પરંતુ અશુભયોગની પરિસ્થિતિ થતાં પેલું કેવળ કાલ્પનિક બળ ટકતું નથી. પરંતુ આત્મજ્ઞાન સહિત કરેલી ભાવનાનું બળ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકે છે.
કોઈ પ્રકારના તપ દ્વારા કાયાને કેળવવાનો પ્રયોગ કર્યા વગર જ જીવ કલ્પના કરે કે ગમે તેવી શારીરિક વેદના હશે તો પણ ટકી જવાશે, માટે હમણાં સુખશીલતામાં રહેવાથી કંઈ બાધ નથી, અને એકાંતમાં ભાવના પણ કરે કે હું આ શરીર નથી, આત્મા શરીરથી ભિન્ન છે, વેદના તો શરીરનો ધર્મ છે. આત્માને રોગ શોક નથી. પણ તપાદિના પ્રયોગ વગર આવું પોપટિયું જ્ઞાન ખરે સમયે છટકી જાય છે.
સાધકે ઉપસર્નાદિ કે પ્રતિકૂળતામાં ટકી જવાય તે માટે યથાશક્તિ દેહને કેળવવો. સુધા, તૃષા, ગરમી ઠંડી જેવા પ્રકારોમાં સહન કરવાની ટેવ પાડવી તો પ્રસંગ આવે જીવની સમતા ટકે. કાળક્રમે સાધક-મુનિને સમાધિમરણની પ્રાપ્તિ સંભવે.
જે સાધક પૌલિક સુખના સમયે તેમાં સુખબુદ્ધિ કે ભોગવૃત્તિ નથી કરતો, તેવા સંયોગોમાં પણ સુખશીલતાને પોષતો નથી. વળી
સમાધિશતક
ર૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org