________________
જ્ઞાનીને માટે આ વિશ્વની સર્વ રચના નિયમને આધીન સત્વરૂપે પરિણમે છે, અર્થાત્ પોતાના સ્વરૂપમાં ટકીને પરિવર્તન પામે છે. કોઈ પદાર્થ મૂળમાંથી નાશ પામતો નથી. પદાર્થની પરિવર્તનશીલતાની ક્ષણિકતા જોઈ જ્ઞાનીને કોઈ પદાર્થના નષ્ટ થવાથી શોક થતો નથી. પરંતુ જે સંસારી જીવ છે તે તો અજ્ઞાનવશ પદાર્થને નષ્ટ થતાં જોઈ દુઃખ પામે છે.
આત્મસ્વરૂપના જ્ઞાનનો બોધ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ જ્ઞાની જગતના રૂપાત્મક પદાર્થોની વિનષ્ટતાનો બોધ પામે છે, તેથી તેમને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં રતિ-અરતિ ઊપજતી નથી. તેઓ જગતના બદલાતા નામ રૂપાત્મક અવસ્થાને સ્વપ્ન સમાન માને છે. સ્વપ્નમાં જોયેલા પેંડાથી ઉદર ભરાતું નથી. તેમ માનવ સ્વપ્નદશાનો નશો પૂરો થતાં પેંડાનું સુખ ગયાનો અફસોસ કરતો નથી. જ્ઞાની જાગ્રત દશામાં સર્વ પદાર્થોથી ન્યારા રહે છે.
સ્વપ્નમાં જોયેલા સુખને જાગ્રત થતાં નષ્ટ થયેલું જોઈને લોકો કંઈ દુઃખ પામતા નથી, કે હાય ! સ્વપ્નમાં મેં જોયેલું કે મારે માથે હીરાનો મુગટ હતો તે જાગ્રત થતાં ગુમ થઈ ગયો, મારું સુખ જતું રહ્યું. તેમ જેણે પૂરી સૃષ્ટિના પુદ્ગલોમાં જ ક્ષણિકતા જાણી છે તેવા જ્ઞાનીને જગતનાં કોઈ પરિવર્તનો ક્ષોભ પમાડતા નથી.
કાયા પ્રત્યે મોહિત થયેલો તે વિચાર કે તે પોતે જ રોગથી અને મરણથી શા માટે કરે છે ? કોના રોગ અને મરણ થવાનાં છે ! છતાં વૃદ્ધાવસ્થા આવતાં ખાનપાનની ઈચ્છાઓ વધે છે. ખાય છે તો પચતું નથી એટલે વળી બળાપો કરે છે. ભલભલા સમ્રાટો, સુભટો કે વનવાસીઓને પણ આ વૃદ્ધાવસ્થાએ ચિંતિત કર્યા છે. મરણની પહેલાં જ્યારે વૃદ્ધાવસ્થા રોગના સૈન્ય સાથે આવે છે ત્યારે જીવનો પેલી યુવાનીનો ઉન્માદ તો ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. અને એ જ જીવ વૃદ્ધાવસ્થાથી કંપે છે. માટે જ્ઞાનીજનો કાયામાં કારાગૃહ જુએ છે અને દેહમાં આત્મબુદ્ધિનો સ્વપ્ન પણ ભ્રમ કરતા નથી તેથી તેમને કોઈ શોક સંતાપ થતા નથી.
૨૬૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org