________________
આત્માનો નાશ થયો નથી અને નિરાંતે પાછો કાર્યરત થઈ જાય છે.
આ પ્રમાણે માનવને જાગ્રત અવસ્થામાં અન્યના મરણનો પ્રસંગ જોતાં તેને ભ્રમ થાય છે કે જાણે તે મિત્રાદિ મરણ પામ્યા, પરંતુ તેમાં આત્માનો નાશ થતો નથી. બંને અવસ્થામાં દેખાતું મૃત્યુ તે દેહનું લક્ષણ છે, પણ આત્મા તો ત્યારે પણ તે સ્વસ્વરૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. પરંતુ મૃત્યુનો ભ્રમ સેવી માનવ દુઃખ અનુભવે છે.
આત્મા એ સ્વયંભૂ અવિનાશી અને શાશ્વત પદાર્થ છે. તેની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી માટે તેનો નાશ સંભવ નથી. કેવળ
જ્યાં સુધી જીવ આયુષ્યકર્મને આધીન દેહ ધારણ કરે છે ત્યાં સુધી દેહનો વિયોગ થાય છે. જીવ ભ્રમથી આત્માનો નાશ માને છે. દેહના બદલવાથી કે નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. જાગ્રત અવસ્થામાં હો કે નિદ્રા અવસ્થામાં હો આત્મા ઉભય અવસ્થામાં નિત્ય ટકવાવાળો છે. જ્ઞાની આ વાસ્તવિકતા જાણે છે તેથી તેઓ દેહાદિ પદાર્થના નાશથી કે છૂટી જવાથી દુઃખ માનતા નથી. કારણ કે દેહાદિ પદાર્થો પ્રત્યે જ્ઞાનીને સ્વપ્નમાં કે જાગૃતિમાં મોહ કે કંઈ સ્પૃહા નથી.
ગ્રંથકાર અત્રે બોધ આપે છે કે હે ભવ્ય ! તું સ્વપ્નમાં ઘરનો નાશ થતો જોઈને ગભરાઈને રડે છે. અને આંખ ખૂલતાં ઘરને જેમ છે તેમ જોઈને નિરાંત અનુભવે છે, અને કહે છે કે આ તો સ્વપ્નમાં મને ઘર-નાશ થયાનો ભ્રમ થયો હતો તે પ્રમાણે વિચાર કરવો કે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થવાનો નથી, સંસારી જીવોને તેવો ભ્રમ થાય છે તેથી દુઃખી થાય છે. પરંતુ બંને અવસ્થામાં આત્મા અવિનાશીપણે જ રહે છે.
સુપન દૃષ્ટિ સુખ નાશ, મ્યું દુઃખ લહે ન લોક, વાગર દૃષ્ટિ વિનષ્ટમેં, હું બુધÉ નહિ શોક. છંદ-૮૫
અર્થ : સ્વપ્નમાં જાણેલા સુખનો આંખ ખૂલતાં નાશ થયેલો જોઈ કોઈને દુઃખ થતું નથી, તેમ પૌગલિક પદાર્થના ક્ષણિક સુખનો નાશ થતાં જ્ઞાનીને કંઈ દુઃખ કે શોક થતાં નથી.
સમાધિશતક
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org