________________
છું તેવું તેને માહાલ્ય આવતું નથી. ભયજનક અંતર-બાહ્ય સંયોગોની સુરક્ષા મેળવવા તારે તારા જ નિર્ભય એવા ચૈતન્ય સ્થાનમાં સ્થિર થવું પડશે.
બહિરાત્મા એવા મોહથી પ્રસાયેલા મૂઢને તો સગુરુ કે જ્ઞાનીઓનો સંપર્ક પણ ભય પેદા કરે છે. તેમની પાસે જઈશું તો તેઓ ત્યાગ, વૈરાગ્યનો બોધ આપશે, તો મારા ભોગો છૂટી જશે. ભોગ છૂટવાથી મને શું સુખ મળશે ? પરિગ્રહમાં પાપ છે એમ જણાવી મને ભય ઉત્પન્ન કરશે. દાન, શીલ અને તપ કરવાનું કહેશે. જેને કેવળ ભોગમાં રતિ છે તે જીવ આવા આત્મગુણોને લક્ષ્ય કરાવતા બોધથી ડરે છે, એટલે નિર્ભયતા કેળવાય તેવા સ્થાને તે ફરકતો નથી. અને
જ્યાં ક્ષણે ક્ષણે ભાવ-મરણ અને બંધનનો ભય છે ત્યાં જ ભમ્યા કરે છે. અને તે પ્રમાણે મનને વશ થઈ જાય છે, એવી ઘરેડમાં આવી જાય છે. તેથી નિત્ય અને નિર્મળ એવા તત્ત્વ પ્રત્યે તેને રુચિ થતી નથી. આથી અંતરાત્મા તો સૌપ્રથમ આવી મનોદશામાં દઢ થયેલી વાસનાને જ દૂર કરી નાખે છે અને નિર્ભય બને છે.
ભારે ભય પદ સોઈ છે, જઈ કડકુ બિસાસ; જિન સું - ઓ ડરતો ફિરે, સોઈ અભયપદ તાસ. છંદ-૨૮
જ્યાં નિરંતર ભયનો જ વાસ છે ત્યાં અબોધ એવા જીવને જડમાં સુખનો વિશ્વાસ છે, અને જેનાથી એ ડરે છે તે તો સ્વયં અભયનું જ ધામ છે.
અજીવ કે સજીવ એવા પરપદાર્થોમાં જ જડતા પામેલા બહિરાત્માને તેના સંયોગમાં સુખનો ભાસ પેદા થાય છે કે જે વાસ્તવમાં બંધનનો ભય છે. અને અલખઅગોચર એવું જે સુખરૂપ સ્થાન છે ત્યાં તેની વૃત્તિ લય પામતી નથી. તેને કોઈ વાર એકાંતનો યોગ મળી જાય કે કોઈ પવિત્ર સ્થાનમાં એકલો રહે તો ડરે છે. અથવા જ્યાં તેને કેવળ પોતાના આત્મામાં જ આત્મજ્ઞાન વડે આત્મધ્યાન કરીને અનંત સુખ પ્રાપ્ત કરવાનું છે, જે સ્થાન કેવળ નિર્ભયતાનું છે ત્યાં તે ડરે છે.
અરે ! જેમાં કોઈ કાળે કોઈ ભયનો સંચાર નથી તેવું
૮૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org