________________
અરે જંગલમાં હરણનો નેતા થયો ત્યારે સેંકડો હરણોમાં એકત્વ કર્યું. માનવસ્વરૂપે જન્મ્યો અનેક પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરી, દેવલોકમાં ગયો અને દેવીમાં અભિન્નપણે રાચ્યો. એ સર્વ જગાએ નિર્ભય થઈ વર્યો. ગૃહસ્થ થયો ગૃહમાં, નગરમાં, પેઢીમાં, વ્યાપારમાં અનેક અજીવ-સજીવ પદાર્થોમાં વ્યાકુળ બની સૌને પોતાના કરવા મથ્યો, પણ જ્યાં કાળ આવી ઊભો ત્યાં તેનું કોઈ થઈ શક્યું નહિ, તને જતો જોઈ થોડો સમય જોનારા રડ્યા, અંતે જોનારા પણ વિદાય થયા. આવા જગતનું દશ્ય તું જુએ છે છતાં મૂઢતાએ તને ઘેર્યો છે. તેથી દુઃખી થવાનાં સર્વ ભયસ્થાનો છતાં તું તેમાં વિશ્વાસ કરે છે. જે પરમપદની પ્રાપ્તિમાં મહાન વિદ્ધ છે.
અનંત સુખનું ધામ એવા ચૈતન્યસ્વરૂપમાં તને વિશ્વાસ ન આવ્યો, અને દુઃખરૂપ એવા રાગાદિભાવ-વિષયોમાં તને વિશ્વાસ આવ્યો. આ જ કર્મની વિચિત્રતા છે. તારા સ્વભાવમાં દુઃખ નથી પણ તારી બહિર્મુખ દૃષ્ટિના વિકલ્પો દુઃખદાયી છે, તેનો વિચાર કરી નિર્ભય એવા અવિનાશી તત્ત્વની સન્મુખ થા. વિશ્વમાં શુદ્ધ સ્વરૂપ જ એક અભય સ્થાન છે. તેને પ્રાપ્ત કરવા વૈરાગ્ય એ નિર્ભયતા ટકાવવાનું બળ છે. માટે ભવભ્રમણ થાય તેવા મમત્વાદિ ભયનાં સ્થાન છોડી દે અને નિર્ભય એવા પરમપદની ભાવના કર. ' અરે માનવીની મૂર્ખતા તો જુઓ કે ક્યારેક જ બનતા સિંહ, સર્પ, વિષ કે શત્રુ આદિના સંયોગોને કલ્પનામાં કે સ્વપ્નમાં મહાન ભયજનક માને છે. પરંતુ નિત્ય એવા સાંયોગિક સંબંધોમાં થતાં અહં-મમત્વ કે જે પળેપળે બંધનકર્તા છે તેને તો ભયજનક માનતો નથી, ઈષ્ટને મેળવવા કે અનિષ્ટથી છૂટવાના નિત્ય સેવાતા આર્તધ્યાનને તો તે ભયાનક માનતો નથી (કે જેને કારણે તે મહાદુઃખ પામે છે.)
વળી ભોગોથી ઈન્દ્રિયો ક્ષીણ થાય છે, દેહ રોગથી પ્રસાય છે. ધન-માલની વૃદ્ધિમાં લૂંટાવાનો ભય, ક્ષણેક્ષણે મૃત્યુનો ભય, સ્ત્રી-પુત્રાદિમાં સંઘર્ષનો ભય, અકસ્માતનો ભય, આમ અનેક પ્રકારના ભય છતાં તેને તેમાં વિશ્વાસ છે. અને જે નિર્ભયતાનું વિતરાગસ્વરૂપ પોતાનું સામર્થ્ય છે તેમાં તેને વિશ્વાસ નથી. હું ભયરહિત નિત્યચૈતન્ય-સ્વરૂપ
સમાધિશતક
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org