________________
વાયુ અને અગ્નિ આ ચાર તત્ત્વના સમૂહથી ચેતના ઉત્પન્ન થાય છે, આવી માન્યતા એ વસ્તુના સ્વરૂપનું અપૂર્ણ દર્શન છે. પ્રાણી માત્રનું શરીર ચાર તત્ત્વ કે સપ્ત ધાતુનું બનેલું છે, તેમાં સ્વકર્મ પ્રમાણે આત્મા અપેક્ષાએ જન્મ ધારણ કરે છે. અને આયુષ્યકર્મ પૂરું થતાં દેહને ત્યજી દે છે, જો આ ચાર ભૂતથી ચેતન ઉત્પન્ન થાય તો ચાર ભૂત યુક્ત શરીર પડ્યું રહે અને તેમાંથી ચેતના નીકળી જાય તેવું બને નહિ. આ ચાર તત્ત્વરૂપ ચેતના હોય તો શરીરને અગ્નિસંસ્કાર આપીને નષ્ટ કરી શકાય નહિ. શરીર પડ્યું રહે છે અને તેમાંથી જે તત્ત્વ ચાલ્યું જાય છે તે તેનાથી ભિન્ન છે, તેનાં લક્ષણ ભિન્ન છે. જો ચેતના ચાર તત્ત્વથી ભિન્ન ન હોય તો તેના લાગેલા કર્મોને નાશ કરીને મોક્ષપ્રાપ્તિનું પ્રયોજન પણ રહેતું નથી. પૃથ્વી આદિ ચાર તત્ત્વો પણ સૂક્ષ્મ જીવોનાં શરીર છે, તે દરેકમાં ઉત્પન્ન થતા જીવોનું એ સ્વતંત્ર શરીર છે, પૃથ્વીકાય એ પૃથ્વીમાં ઉત્પન્ન થતા જીવોનું શરીર છે. દરેક જીવનાં શરીર સ્વતંત્ર છે, તે સૌને ભેગાં કરવાથી કોઈ શરીર કે આત્મા ઉત્પન્ન થાય નહિ. તે તે શરીરનાં લક્ષણો જડ છે, અને આત્મા જ્ઞાનદર્શનાદિ ગુણવાળો છે.
વળી કોઈ એક મત પ્રમાણે જો આત્મા સહજ સિદ્ધ છે, તો પછી તેની મુક્તિ કે મુક્તિના ઉપાયની પણ આવશ્યકતા નહિ રહે, વળી જો આત્મા માત્ર સર્વ અવસ્થામાં સહજ શુદ્ધ હોય તો વિશ્વમાં જીવ માત્રની રાગાદિ વિભાવોની વિચિત્રતા પણ ન હોય.
આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં વર્તમાનમાં રાગાદિ અવસ્થા સૌને અનુભવમાં આવે છે તે તેની વર્તમાનની અશુદ્ધ અવસ્થા છે, તેથી શુદ્ધિ અર્થે સત્પુરુષાર્થનો બોધ કહ્યો છે. વળી ચિત્તવૃત્તિના નિરોધ માટે યોગ કહ્યો છે તે અભ્યાસ કર્તવ્ય છે.
કોઈ કહે છે કે ચિત્તનિરોધનો માર્ગ કષ્ટજન્ય છે. જે જીવોને સંસારનાં દુઃખજનિત સુખોમાં સુખબુદ્ધિ છે તેને મનની વૃત્તિઓને શાંત કરવી. ઇન્દ્રિયોના વિષય-ભોગોનો ત્યાગ કરવો. રાગાદિ ભાવ પર સંયમ રાખવો કઠણ લાગે છે. વળી દીર્ઘ કાળથી ચિત્તવૃત્તિઓ સ્વચ્છંદવિહારી છે, તેને સંયમમાં રાખવી દુર્લભ લાગે તેથી તેઓ
સમાધિશતક Jain Education International
૨૫૫ www.jainelibrary.org
For Private & Personal Use Only