________________
જે પામ્યા છે તેમના શુદ્ધ સ્વરૂપમાં પોતાની પરિણતિને જોડવી, જેથી પોતાની આત્મશુદ્ધિ પ્રગટ થાય છે. અને ભાવના કરવી કે મારું સ્વરૂપ પણ સત્તાપણે પરમાત્મસ્વરૂપ જેવું અભેદ છે. વર્તમાનમાં આવરણયુક્ત હોવાથી ભેદ જણાય છે. આમ ભેદભેદ સ્વરૂપને વિચારીને અભેદપણાની સાધના કરવાથી જીવ શિવરૂપે પ્રગટ થાય છે. ભેદ સાધના-પરાશ્રયી, આલંબન, ક્રિયાયોગવાળી, ધ્યેય સાથે સભાવવાળી, ભક્તિ જેવા યોગવાળી, અપેક્ષાએ કહી શકાય. અભેદ્ય સાધના-સ્વાશ્રયી નિરાલંબન, અંતર્મુખતા ધ્યેય સાથે એકરૂપ જ્ઞાનયોગની પ્રધાનતાવાળી અપેક્ષાએ કહી શકાય.
અનાદિકાળથી પોતાનું સ્વરૂપ અપ્રગટ રહ્યું છે, તે આત્મસ્વરૂપ પરથી ભિન્ન અને સ્વથી અભિન્નપણે પ્રગટ થયું તે જ તેનું મૂળ સ્વરૂપ છે. માટે મનુષ્યજન્મમાં અન્યત્ર દાસત્વ કરવાને બદલે આ પરમપદનું દાસત્વ કરી તેને પામવું તે માનવનું કર્તવ્ય છે.
કાખમાં છુપાયેલા અગ્નિને અગ્નિની આંચ મળતાં અગ્નિરૂપે પ્રગટ થાય છે. તેમ પોતામાં રહેલા જ્ઞાનાદિ ગુણોને જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર કરે તો, અર્થાત્ પ્રગટ પરમાત્મસ્વરૂપનું ધ્યાવન કરી સ્થિર કરે તો અનાદિકાળથી અપ્રગટ રહેલું સ્વરૂપ સહેજમાં પ્રગટે. માટે જીવે પુનઃ પુનઃ આ શુદ્ધ સ્વરૂપની ભાવના
કરવી.
अयत्नसाध्यं निर्वाणं, चित्तत्त्वं भूतजं यदि ।
अन्यथा योगतस्तस्मान, दुःखं योगिनां क्वचित् ॥१०॥ ચેતન ભૂતજ હોય તો મુક્ત અયત્ન જ હોય, નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નો'ય૧૦૦
અર્થ : ચેતના લક્ષણવાળો જીવ એ જો ચાર ભૂતથી ઉત્પન્ન થયો હોય તો મોક્ષ યત્નથી સાધવાનું પ્રયોજન ન રહે, અથવા શારીરિક યોગક્રિયાથી નિર્વાણની પ્રાપ્તિ થતી હોય તો તેનાથી સ્વરૂપમાં રમતા યોગીને દુઃખ ન હોય.
કોઈ એક દર્શનના મતવાદી એવું માને છે કે પૃથ્વી, પાણી,
૨૫૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org