________________
કલ્પના તૂટી ગઈ. અને ચિત્તવૃત્તિ શાંત થતાં અંતર્મજ્ઞા જાગી ઊઠી, ત્યારે તેણે જોયું કે અહો ! હું તો સ્વયં જ સુખનું ધામ છું. મારે વળી આ ઇન્દ્રિયોની પરવશતા શા કામની ? આ સમસ્ત વિશ્વનું દર્શન માટે તત્ત્વરૂપ છે, ભોગરૂપ નથી. મારા સ્વરૂપને પર એવા કોઈ પદાર્થની સુખ માટે જરૂર નથી. મારું આ નિજગૃહ જ આનંદનું ધામ છે. આમ અંતરાત્મા અનુભવ વડે પરમાત્મસ્વરૂપને પામે છે.
यः परात्मा स एवाऽहं, योऽहं स परमस्ततः ।
अहमेव मयोपास्यो, नान्यः पश्चिदितिस्थितिः ॥३१॥ જે પરમાત્મા તે જ હું જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧
અર્થ : જે પરમાત્મા છે તે જ હું, અને હું તે જ પરમાત્મા; તેથી મારે સ્વયં તે જ ઉપાસ્ય છે. અન્ય કંઈ ઉપાસ્ય નથી.
નિશ્ચયથી તો આત્મા જ સ્વયં પરમાત્મસ્વરૂપ છે ત્યાં આ ભંગાજાળ શું કરવી ? કોણ કોની ઉપાસના કરે ? સાકરને ગળપણ લેવા ક્યાં જવું પડે ? સાચા હીરાને મૂલ્ય લેવા શું કહેવું પડે ? તે પદાર્થો સ્વભાવથી જ પોતાના લક્ષણવાળા છે. તેમ આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ છે, તેને વળી આવા વિકલ્પ શા ? વિચાર શા ? કે કોણ છું ? ક્યાંથી ઉત્પન્ન થયો છું ? કોની ઉત્પત્તિ અને કોનો લય ?
સ્વયંભૂ, પરમશુદ્ધ છે, મારે વળી પરમાત્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી ? અપ્રાપ્તિની પ્રાપ્તિ હોય, પણ આ તો સ્વયં પ્રગટ છે, તેની પ્રાપ્તિ માટે મારે ક્યાં જવું ? અભેદસ્વરૂપ હું આવા ભેદમાં ગૂંચવાઈ ગયો. બહિરાત્મા, આત્મા અને પરમાત્મા આવા ત્રણે ભેદ સમગ્ર જીવોની ભૂમિકાની અપેક્ષાએ છે. હું સત્તાથી જ શુદ્ધ છું. મારે અન્ય સાધનોની ઉપાસના શા માટે !
પરમાત્માની ભૂમિકાએ છે, સ્વસંવેદ્ય એવા સ્વરૂપઅનુભવમાં સાધન-સાધ્ય અભેદ બને છે. પ્રાથમિક જે સદગુરુ આદિની આલંબન દશા હતી તે સ્વસંવેદ્ય એવા અંતરાત્મા નિરાલંબ સ્થિતિને પ્રાપ્ત કરે છે ત્યારે તેને અન્ય ઉપકરણ કે સાધનની ઉપાસના રહેતી નથી.
સમાધિશતક
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org