________________
શુદ્ધાત્મા જ તેનું ધ્યાન કે અવલંબન છે. ગુણશ્રેણિમાં આરૂઢ અંતરાત્માને કેવળ ઉપયોગશુદ્ધિ જ સાધન છે. બુદ્ધિવશ કોઈ વિકલ્પ ન હોવાથી અભેદદશાએ ઉપાસના સ્વદ્રવ્ય એવા ધ્રુવતત્ત્વની હોય છે, તેથી અંતરાત્માને ઉપાસ્ય પણ સ્વયં શુદ્ધાત્મા છે. કારણ કે હવે તેનો અભેદસ્વરૂપમાં જ નિવાસ છે. જેમ અગ્નિમાં તપવા છતાં સોનું સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયવાળા છતાં જ્ઞાનપણાને છોડતા નથી.
प्रच्याव्य विषयेभ्योऽहं, मां मयैव मयि स्थितम् ।
बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानंदनिवर्तम् ॥३२॥ વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજ સ્થિત, મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨
અર્થ : પાંચ ઇન્દ્રિયોના વિષયથી નિવૃત્ત થઈ મારો આત્મા મારા વડે મારામાં જ સ્થિત છે, તેથી જ્ઞાનસ્વરૂપ પરિપૂર્ણ આનંદસ્વરૂપ આત્માને હું પ્રાપ્ત થયો છું.
અંતરાત્માને અત્યંતપણે ઉપાસતો પોતે પાંચ ઇન્દ્રિયોના વિષયથી ભિન્ન લક્ષણવાળો હું પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ આત્માને પ્રાપ્ત થયો છું. વિષયોમાં પર્યાયપણે ખંડ ખંડ થતા આત્માને તેમાંથી નિવૃત્ત કરી સૈકાલિક ધ્રુવસત્તાએ રહ્યો છું. બોધસ્વરૂપ આત્મામાં જ્ઞાનગુણયુક્ત પરમાનંદ વડે પરિપૂર્ણ છું.
પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આત્મા પ્રીતિ કરે છે ત્યારે તેની અવદશા થાય છે. તેમાંથી ઉત્પન્ન થતા વિકારો ચિત્તને મલિન કરે છે ત્યારે અસ્થિર થયેલું ચિત્ત આત્મસ્થિરતા પામતું નથી. ચેતના અખંડ સૈકાલિક ધ્રુવ છતાં ચંચળતાને યોગે ખંડ ખંડ થઈ જાય છે, અને આ અસ્થિરતા જ અબાધિત એવા આત્મસ્વરૂપને રૂંધે છે. પરંતુ અંતરાત્મા ચિત્તવૃત્તિનો વિરોધ કરી ઇન્દ્રિયોથી પાછો વળી, તેના વિષયોમાંથી નિવૃત્ત થાય છે. ત્યારે તેને સ્વનો સાચો અનુભવ થાય છે. પોતાની અંદર સૈકાલિક ધ્રુવસત્તાનો તેને બોધ થાય છે. તેથી પોતે પોતાના જ વડે સ્થિરતા પામે છે.
GO Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org