________________
હું શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં આત્મા પરમાનંદ સ્વરૂપે પરિપૂર્ણ છું. સહજ સ્વરૂપે પ્રગટ છું.
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् ।
लभते स न निर्वाणं, तप्तवाऽपि परमं तपः ॥३३॥ એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવલાસ. ૩૩
અર્થ : આ પ્રમાણે જે અવ્યય-અવિનાશી એવા આત્માને દેહથી ભિન્ન જાણતો નથી તે જીવ ઉત્કૃષ્ટ તપ કરવા છતાં નિર્વાણ – મોક્ષને પામતો નથી.
આગળ આત્માની દેહથી ભિન્ન જે જે અવસ્થાઓ જણાવી તે પ્રકારે જીવ આત્મસ્વરૂપને જાણતો નથી. તે આજ્ઞાન ભાવે ઘોર તપશ્ચર્યા કરે તોપણ મોક્ષને પ્રાપ્ત કરતો નથી. દેહલક્ષી દેહના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાવાળો મૃત્યુથી પોતાનો નાશ માને છે. તેને આત્માની સૈકાલિક અખંડ સત્તાની શ્રદ્ધા નથી, તે બહિરાત્મા અનેક પ્રકારનાં તપ, જપ કે વિવિધ વ્રતાદિ કરે પણ મૂળમાં આત્માના અવલંબન વગર તે તપાદિ તેને મોક્ષના હેતુ બનતા નથી.
વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ હોવા છતાં તપ શાને માટે કરું છું. તેનું ભાન ન હોવાથી તથા જ્ઞાન સહિત તપ ન હોવાથી દીર્ઘકાળ સુધી તપથી તપતો તે આત્મા નિર્વાણ પ્રાપ્ત કરતો નથી. અર્થાત્ તપ-જપ સર્વ ક્રિયા આત્મસિદ્ધિ કે આત્મશુદ્ધિ માટે છે પરંતુ તપ કરવા છતાં અંતરઅભિલાષા લૌકિક સુખની હશે તો તે તપ દ્વારા તે પુણ્ય ઉપાર્જન કરી આ લોકમાં માન-સત્કાર પામશે અને પરલોકમાં દેવાદિ સુખ પામીને પુનઃ જન્મ-મરણ કરશે પણ નિર્વાણની પ્રાપ્તિ નહિ થાય.
શાસ્ત્રકારોએ જીવોની ભૂમિકા-પાત્રતા તૈયાર થાય તે માટે બાહ્યતપ અને અત્યંતર તપના ભેદ બતાવ્યા છે. પ્રાયે બ્રાહ્ય તપને નિર્જરાનું કારણ માની જીવ ત્યાં અટકી જાય છે. અને અત્યંતર તપ બાહ્યતપ જેવું જ થઈ પડે છે. વાસ્તવમાં બાહ્યતપમાં આહારશુદ્ધિ
સમાધિશતક
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org