________________
અને દેહભાવથી ભિન્નતાનો અભ્યાસ કરે છે, તેની સમજ ન હોવાથી બાહ્યતપ થવા છતાં આહારશુદ્ધિ કે સ્વાદજય થતો નથી અને દેહને કષ્ટ આપે છે, પણ દેહથી ભિન્ન છું તે તો સમજાતું નથી. આહારશુદ્ધિમાં પાંચ ઇન્દ્રિયોના તે તે વિષયોના ગ્રહણમાં સંયમ આવશ્યક છે, કારણ કે તપમાં ઈન્દ્રિયોના વિષયોનો સંયમ ન થાય તો તપમાં પણ વિકાર પેદા થાય છે. આહાર દ્વારા કાયા અને મન પર અસર ઉત્પન્ન થાય છે. જો આહાર લેવામાં વિવેક ન રહે અને કેવળ સ્વાદની મુખ્યતા રહે તો તે તપ નિર્જરાનું કારણ બનતું નથી. તે માટે આત્મજ્ઞાનની મુખ્યતા કહી છે. જો જીવને આહારાદિનું વિવેકજ્ઞાન હોય તો તપથી સંયમ વૃદ્ધિ પામે છે.
અત્યંતર તપ પણ જો આત્મશુદ્ધિ માટે ન બનતાં કેવળ બહારનું ખોખું જ રહે તો તે પણ વ્યર્થ જાય છે. ભલભલા તપસ્વી તપના મૂળ સ્વરૂપના જ્ઞાનને ન સમજવાથી દીર્ઘકાળે તપ તપીને પણ સંસાર-પરિભ્રમણને પામ્યા છે. જ્ઞાનને બદલે માનને સેવે છે, ત્યારે મોહવશ તે જાણી શક્યા નથી કે આ મારું તપ કદાચ પાપને દૂર કરશે પણ પુણ્યનો ફાંસલો તો ગળામાં વળગ્યો રહેશે. બાળજીવો તો ઉપવાસ કરીને સંસારની પ્રવૃત્તિ, મનોરંજનના સાધનોનો ત્યાગ કરતા નથી, તે બાળપ નિર્જરાનો હેતુ કેમ બને?
તપ કરતો તપસ્વી આ લોકમાં કોઈ પ્રયોજન સિદ્ધ થાય નહિ ત્યારે ખેદ પામે છે. બાળ એવા અજ્ઞાની જીવો માટે તપ બાળતા જેવું નીવડે છે. ભૂખનું દુઃખ વેઠી તેની અલ્પ મતિ ક્યાં તો ધન : કે માનને ઇચ્છે છે. તેની વિચારદશા તેનાથી ઉપર ઊઠતી જ નથી કે જે તપ વડે હું આ જગતનાં માન કે ધન ઇચ્છું છું તે તો આ લોક પૂરતાં મર્યાદિત છે. અને તપ દ્વારા થતી આત્મશુદ્ધિ મને નિર્વાણનું કારણ છે. મોટા તપસ્વીઓ પણ જ્યારે અહંકારમાં અટવાયા ત્યારે તપની હૂંડીને વટાવીને કેવળ દૈહિક સુખની માગણીમાં મૂંઝાયા અને ઘોર તપ તપવા છતાં મુક્તિ ન પામ્યા.
માટે કહે છે ભાઈ ! દેહદમન કરીને દેહને ગાળી નાખ્યો પણ જ્ઞાનદશા વગર તો સંસારથી મુક્ત ન થયો.
૯૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal. Use Only
www.jainelibrary.org