________________
હું ગોરો કુશ ધૂલ ના, એ સૌ છે તેનભાવ, - એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નોય. જનસંગે વચસંગ ને તેથી મનનો સ્પંદ, તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. અનાત્મદર્શ ગામ વા વનમાં કરે નિવાસ; નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ, દઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. નિજમાં નિજથી આત્મથી માને તન-ગતિ ભિન્ન, અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગૃત - જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય, ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદ-પ્રાપ્તિ થાય. સ્વાત્મદર્શને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય; દેઢ અભ્યાસ પછી જગતું કાષ્ઠ-દષરવત્ થાય. બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ.
૩૨૩
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org