________________
મુક્ત થાય છે. અને આત્માના અમૃતને પ્રાપ્ત કરે છે. પરંતુ પુણ્યના ઉદયમાં પાપ બંધાય છે, તેવું કોઈ જ્ઞાની જ જાણે છે, તેથી તે સંસારથી ખેદ પામે છે. પુણ્યથી પણ સંસારમાં જન્મવું પડે છે તેથી તેઓ મોક્ષપ્રાપ્તિના હેતુને ગ્રહણ કરે છે.
સન્માર્ગની ઉપાસના કરતાં જાણે અજાણે જે ભાવ થાય છે તે શુભભાવથી પુણ્ય થાય છે. તેના પરિણામે જીવ સંસારનાં સુખ અને શાતા પામે છે. છતાં તે સુખ અને શાતા સમુદ્રના ફીણ જેવાં છે. સમુદ્રનું પાણી ખારું છે. મોજાં ઉપરનું ફીણ સફેદ હોવાથી દરિયો શોભાયમાન થાય છે. તેથી કંઈ પાણીની ખારાશ ટળી જતી નથી. તેમ પુણ્યથી મળેલાં સુખશાતા પાછળ ડોકિયાં કરતું દુઃખ ટળી જતું નથી. તેથી પુણ્ય પણ એક પ્રકારનો બંધ છે, જે મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. તેથી ભૂમિકા પ્રમાણે નિર્વિકલ્પ દશામાં ટકવા શુભ વિકલ્પોને પણ ત્યજવા યોગ્ય કહ્યાં છે.
જ્ઞાની ઉદયને આધીન અવ્રતને ત્યજી વ્રતને આદરે છે. છતાં એ શુભાશુભભાવમાં વિકલ્પ નથી; ઉદાસીન છે.
अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥१४॥ અવ્રતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ, વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. ૮૪ અર્થ : અવ્રતાદિ-હિંસાદિને ત્યજીને વ્રતોને ગ્રહણ કરવાં, અને જ્યારે વીતરાગમય પરમપદની પ્રાપ્તિ થાય ત્યારે વ્રતોને ત્યજી દેવાં. - હિંસા, મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહાદિ પાપપ્રવૃત્તિ દુઃખદાયી છે. તેથી જીવ તે અશુભ પ્રવૃત્તિ ત્યજી શુભ પ્રવૃત્તિમાં રહે છે, છતાં દીર્ઘકાળના સંસ્કારો મનને પાપપ્રવૃત્તિ તરફ દોરી જાય છે. પરંતુ સન્માર્ગે જતો જીવ બળ કરીને પાપવૃત્તિથી પાછો વળે છે. અને પોતાની વિષયકષાયાદિની વૃત્તિને જોઈને ખેદ પામે છે, વળી શુભ અવલંબન ગ્રહણ કરી આત્માને તેમાં જોડે છે. '
આમ વારંવાર પુરુષાર્થ કરી અવ્રતાદિને ત્યજી વ્રતોને ગ્રહણ
સમાધિશતક
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org