________________
કરી, સહજ સ્વભાવની વર્તના થયે તે વ્રતાદિનો વિકલ્પ ત્યજીને નિર્વિકલ્પ દશામાં રહે છે. વ્રતાદિ ગ્રહણ કરવા છતાં અશુભ વિકલ્પોના સંસ્કાર જીવમાં અનાયાસે સ્ફુરી આવે છે તેમ જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી પણ જીવને વ્રતાદિના સંસ્કારોને કારણે શુભ વિકલ્પો અર્થાત્ ભક્તિ આવે છે, તે અપ્રમત્ત દશા થયે ટળી જાય છે.
નિર્વિકલ્પ દશા કે સહજ અવસ્થામાં તો તે ભક્તિ આદિ વિકલ્પો છૂટી જાય છે. શુભ પ્રવૃત્તિના વિકલ્પો આત્માની સહજ દશામાં વિઘ્નરૂપ છે તેથી ઉપયોગને શુભ પ્રવૃત્તિમાં રોકવો તે એ દશામાં યોગ્ય નથી. એ દશામાં જગતના પદાર્થોનું, વિસ્મરણ કરી કેવળ સ્થિરતા કરવાની છે, સાધુને તે અવસ્થામાં પ્રતિક્રમણ આદિ વિકલ્પો છૂટી જાય છે, તેવી દશામાં શુભભાવના વિકલ્પો પણ પ્રમત્ત દશાનું કારણ બને છે. પરંતુ મુનિને અપ્રમત્ત દશાનું અનુસંધાન હોવાથી તે વારંવાર તે દશાને ભજે છે.
વાસ્તવમાં શ્રેણિએ આરૂઢ થયા પછી જ્યારે વીતરાગદશા પ્રગટે છે ત્યારે પરમપદની પ્રાપ્તિના પ્રયાણ અર્થે ક્ષમાદિ ધર્મો કે અહિંસાદિના વિકલ્પરહિત થઈ જાય છે.
પરમભાવ પ્રાપતિ લગે, વ્રત ધાર અવ્રત છોડિ.
પરમભાવ રતિ પાય કે વ્રતભી ઇનમેં જોડિ. છંદ-૬૮
અર્થ : પરમ પદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવ્રત ત્યજી વ્રતને ધારણ કરવું, અને પરમભાવ પ્રાપ્ત થતાં વ્રતનો પણ ત્યાગ કરવો.
જગતના જીવો વિષયના વિકારોમાં અવ્રતને સેવે છે, અવ્રતનું સેવન દુઃખમય છે, અને દુઃખનું કારણ હિંસાદિ પાપ છે, તે પાપ રોકવા માટે વ્રતાદિ શુભભાવનું પ્રયોજન છે. તે જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને હોય છે.
જીવને જ્યાં સુધી શુદ્ધાત્માના સ્વરૂપમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી અજ્ઞાનવશ થતી પાપપ્રવૃત્તિઓને રોકવા જિનાજ્ઞા અનુસાર આવશ્યક ક્રિયાઓ કરવી, કારણ કે તેમ કરવામાં આત્મવિશુદ્ધિના પરિણામની પાત્રતા થાય છે. ક્ષાયોપમિક ભાવવાળાને દર્શનજ્ઞાનાદિનું
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org