________________
અહીં કહે છે કે તપસ્વીએ જ્યારે પણ એવા સૂક્ષ્મ સંસ્કારો જાગી ઊઠે ત્યારે તેને જરા પણ પોષણ ન આપતાં ઊગતા જ શમાવી દેવા. તે માટે શુદ્ધાત્મામાં સ્થિર થવા પ્રયત્ન કરવો જેથી તે રાગાદિ ભાવ ઉપશમ પામે છે.
તાત્પર્ય કે તપસ્વી હજી જ્ઞાનદશાયુક્ત ન હોય તો તપથી તપે પણ રાગાદિના સંસ્કારોની સૂક્ષ્મતા જાણવામાં ન આવે ત્યારે તે ભાવો તપસ્વીને પણ નિમિત્ત મળતાં ઉત્તેજના આપે છે. ગર્વરૂપે, ક્રોધરૂપે, માનપૂજાની આકાંક્ષારૂપે વૃત્તિઓ પોષાય છે. આત્મજ્ઞાન કે ગુરુગમ વગર મહાતપસ્વીઓ પણ ભૂલ ખાઈ જાય છે. નાના સરખા વિષયમાં લુબ્ધ બની કરેલું સર્વ તપ તેમાં હોમી દે છે, એથી યમનિયમને આરાધે, વનમાં મૌન ધારણ કરે, પદ્માસન લગાવી બેસી રહે, શાસ્ત્રાભ્યાસ કરી વાદ-વિવાદ કરે તો પણ તપસ્વી મોહનીયના ઉદયમાં ભ્રમિત થઈ છેતરાઈ જાય છે. તેવે સમયે સદૂગુરુને શરણે જવું કે શુદ્ધાત્માનું ધ્યાન કરી સ્થિર થવું. જેથી રાગાદિનો ઉદય ઉપશમ પામે છે.
यत्र काये मुनेः प्रेम, ततः प्रच्याव्य देहिनम् ।
बुद्धया तदुत्तमे काये, योजयेत्प्रेम नश्यति ॥४०॥ તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિમુક્ત,
શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦
અર્થ : મુનિઅવસ્થામાં જો દેહમાં પ્રેમ થાય તો મુનિએ દેહમાંથી મમત્વ હઠાવીને ઉત્તમ એવા આત્મસ્વરૂપમાં પ્રેમ લગાવવો જેથી બાહ્ય દેહાદિમાં થયેલું મમત્વ નાશ પામે છે.
કહ્યું છે કે જંગલમાં તપ તપે, નિરાહારી રહે, હિમાળે હાડ ગાળે, વિષયો શાંત થયા હોય પણ ક્યાંક ઊંડે રહી ગયેલો સંસ્કાર મુનિના દેહમાં પ્રેમ ઉપજાવે છે ત્યારે દેહનું લાલનપાલન કરવાની, કે ક્યાંક આહારાદિની તૃષ્ણા બળ કરી જાય છે. વળી, મોહનીય કર્મની પ્રકૃતિનું બળ એવું છે કે જીવને ખોટું હોવા છતાં તેમાં સાચાનો ભ્રમ પેદા થાય છે, અથવા મન જ મનને છેતરે કે હું
૧૧૬ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org