________________
સમાન છે. તે આત્મજ્ઞાન, ભાયું છે.
કડવાશ ઉત્પન્ન કરતું નથી, જ્યારે જુઓ ત્યારે સમચિત્ત દશાવાળા જ્ઞાની આનંદમાં છે. પોતાના દેહથી જે પોતાને ભિન્ન જાણે છે તેને વળી માન-અપમાન શું કરે ! સંસારનાં યશકીર્તિનાં કોટડાં તે ઓળંગી ગયા છે. તેનો હવે તેને આદર નથી તેથી તેમનો આત્મા તે કોટડામાં પુરાઈને ક્લેશિત થતો નથી. - જ્ઞાની ભેદજ્ઞાન વડે સંસારના સર્વ પ્રકારોને નિઃસાર જાણે પછી તે તે પ્રકારોમાંથી તે સુખ કેવી રીતે માને ! માન-અપમાન જેને સમાન છે. તેને ક્ષોભ થતો નથી. તેનું આત્મદર્શન સદાય પ્રકાશિત હોય છે. આવું આત્મજ્ઞાન, ભાન કે દર્શન કોઈ અન્યત્ર સ્થાને નથી, પોતાની જ સ્વરૂપસત્તામાં રહેલું છે. જેટલી સ્થિરતા તેટલી અંતર્મુખતા વિકાસ પામે, અને અંધકારનાં તાળાં ખૂલી જાય છે. પછી એ જ્ઞાની માન-અપમાન જેવા તંદ્ધમાં મૂંઝાતા નથી એવા વહેણને તરીને પરમાર્થમાર્ગે પહોંચે છે. તેઓને સર્વ જીવો સાથે સમભાવનો અભેદ સંબંધ છે, અને આત્મશ્રદ્ધાબળે સિદ્ધ સાથે પણ અભેદ સંબંધના અભિલાષી છે.
यदा मोहात्मजायेते, रागद्वेषौ तपस्विनः ।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥३९॥ યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય;
સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯
અર્થ: તપસ્વીને મોહથી રાગદ્વેષાદિ ઊપજે ત્યારે સ્થિર એવા સ્વસ્થ આત્માને ભાવવો જેથી ક્ષણમાત્રમાં તે રાગાદિ ઉપશમ પામે છે.
મોહનીય કર્મની પ્રકૃતિનાં મૂળ ઊંડાં છે. સ્થૂળ દોષોને ટાળ્યા પછી, અથવા અનંતાનુબંધી જેવા તીવ્ર રસ શમ્યા પછી પણ જો તેનો સૂક્ષ્મ સંસ્કાર રહી ગયો તો તે અપૂર્ણ દશામાં રાગાદિ ભાવને ઉત્તેજિત કરે છે. પૂર્વકર્મોનો સંસ્કાર જીવને પ્રેરિત કરે છે. હમણાં આ માનાદિ પૂંજાથી કંઈ વાંધો નહિ આવે. પછી જ્યારે શમાવવા હશે ત્યારે તેને શમાવી શકાશે. પણ એક વાર મલિન તત્ત્વને પગ પ્રસારવાનું મળે પછી તે પોતાની જાળ પૂરી પાથરી દે છે. માટે
સમાધિશતક
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org