________________
છે તેમ ફુગ્ગાની જેમ અહંથી ફૂલે છે. અપમાન થતાં ફુગ્ગાની જેમ તેની હવા નીકળી જાય છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. આકુળ ચિત્ત તેને હિતાહિતનો વિચાર કરવા દેતું નથી. માન સમયે માન જેવો, અપમાન સમયે અપમાનરૂપે પરિણમે છે, પણ ભેદજ્ઞાન દ્વારા જાણે તો સમજે કે આ માન-અપમાનથી હું તો ભિન્ન છું. આ તો જડ પ્રકૃતિનો સંયોગ છે. હું તો સ્વભાવથી સમતાયુક્ત છું. સંસારમાં શુભાશુભ કર્મના યોગે માન-અપમાનના પ્રસંગો આવે ત્યારે વિક્ષિપ્ત ચિત્તવાળો તેમાં તણાઈ જાય છે. કોઈ વાર કંઈક પ્રયત્ન કરી ચિત્તને સમજાવે છે પરંતુ અહંકારવશ વળી ચિત્ત પાછું તે પ્રવાહમાં ખેંચાઈ જાય છે. ત્યારે જો કોઈ બોધનું શ્રવણ થયું હોય તો તે વિચારી શકે કે માન કોનાં ? અપમાન કોનાં ? હું તો કર્મપ્રકૃતિરહિત શુદ્ધનિશ્ચળ સ્વરૂપ છું, મારે આવો ક્ષોભ શો ? વિકલ્પ શો ?
દેહના અધ્યાસવાળો દેહને મળેલા નામ સાથે એકમેક થઈ ગયો હોવાથી તે નામ સાથે જોડાતા ભાવોને પોતાના માની, તેમાં માન-અપમાન જાણી દુ:ખી થાય છે. દેહાદિ સંયોગોમાં અનુકૂળ થનારને તે મિત્ર માને છે. અને પ્રતિકૂળ થનારને શત્રુ માને છે. આવી માન્યતામાં રાચતું ચિત્ત જ શત્રુ કે મિત્રરૂપ છે. જે ચિત્ત તારા અંકુશમાં નથી, તે તારી પાસે અહિતનાં કાર્યો કરાવે છે, તે તારો શત્રુ છે, અને જે ચિત્ત તારા આત્મભાવને વરેલું છે તે તારો મિત્ર છે. ભાઈ ! બહાર શત્રુ-મિત્ર જોવામાં તારા પૂર્વજન્મો વ્યર્થ ગયા અને આ જન્મ પણ વ્યર્થ જશે.
સમજ સમજ ઓ મૂરખ મન, છોડ પળોજણ પાગલ ના બન; આતમને તું ઓળખ બાપુ ! છોડી દે કાયાની માયા. બહાર શત્રુ-મિત્ર શોધવાની પળોજણ છોડી દે. તે તો ઘણા દૂર છે. તારા અંતરમાં સ્થાયી થયેલા કષાયરૂપી શત્રુને ઓળખ. તેને એક વાર ભગાડી દે. પછી મિત્રરૂપે રહેલું તારું ચિત્ત તને સહાય કરશે.
તું વિચારી જો કે જેનું ચિત્ત ક્ષુબ્ધ નથી, જેને સહેજ સહેજમાં તિ-અરિત થતી નથી, તેઓ આત્મદૃષ્ટિથી સર્વ પ્રકારો અને પ્રસંગોને જાણે છે, તેમના ચિત્તમાં માન મીઠાશ પેદા કરતું નથી, અપમાન
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org