________________
તો તપસ્વી-મુનિ છું. વિષયો કે દેહભાવ મને શું કરવાના છે ?
જ્ઞાનીજનો કહે છે કે એવા ભ્રમમાં રહેવા જેવું નથી, પરંતુ જ્યાં દેહમાં મમત્વનો અંશમાત્ર જણાય કે તરત જ ત્યાંથી તે ભાવને જ્ઞાન-વિવેક રાખીને દૂર કરવો. અને ભાવના કરવી કે અહો, આ દેહ કરતાં તો ચિદાનંદમય આત્મસ્વરૂપી કાયા પર પ્રેમ કરવો જરૂરી છે. એમ પ્રેમનું સ્થાન કાયા નહિ પણ આત્મા છે તેમ અંતર્દષ્ટ કરવી જેથી પૂર્વે થયેલું કાયાનું મમત્વ નાશ પામે છે.
અંતર્દષ્ટ વસ્તુના યથાર્થ સ્વરૂપને સુસ્પષ્ટપણે જાણે છે, જેના અભાવે તપસ્વી પણ ભ્રમમાં પડે છે. તેથી દેહભાવ શું છે ? તેનું લક્ષણ શું છે ? તેને જાણતો નથી. જ્ઞાન-વિવેકરહિત તેની સાધના ફળવતી થતી નથી. માત્ર જંગલમાં ભમવાથી કે તપ તપવાથી સ્થળાંતર થવાથી અજ્ઞાનનો નાશ થતો નથી પરંતુ આત્મા અને દેહનું યથાર્થસ્વરૂપ જાણે, તેનો ભેદ કરે તો વાસનાનો ભેદ થાય.
આ દેહમાં અસ્તિત્વ ધરાવનાર મહાન ચૈતન્યસત્તા જે ચિદાનંદમય છે. માટે કાયાની માયા છોડીને કાયામાં જ રહેલા શુદ્ધ તત્ત્વ પર પ્રેમ કરવાથી, તે સ્વરૂપમાં શમાવવાથી કે તેના દર્શનથી સર્વ માયા શમી જાય છે. માટે અંતર્દષ્ટ કરી સર્વ દ્રવ્યથી મુક્ત એવા સ્વરૂપમાં જ સ્થિર થવું.
आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति ।
नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ॥ ४१॥ આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય; તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. અર્થ : આત્મસ્રાંતિજન્ય જે દુઃખ છે તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. તે ઘોરતપ કરવા છતાં આત્મજ્ઞાનના અભાવે મુક્તિ પામતો નથી.
૪૧
દેહાધ્યાયી દેહના રોગને જાણીને તે દૂર કરવા અનેક ઉપાય યોજે છે. પરંતુ આ આત્મસ્રાંતિનો દુરાધ્ય રોગ કેવો દુઃખદાયી છે તે જીવ જાણતો નથી. દેહાદિમાં આત્મબુદ્ધિ તે મહાન ભ્રમ છે. દેહરોગ તો આ શરીરની અવસ્થા સુધી સાથે રહે છે. પરંતુ આ
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૧૦
www.jainelibrary.org