________________
આત્મભ્રાંતિનો રોગ તો જૂનો અને જલદ છે. વળી, જન્મો સુધી સાથે રહી શકે છે.
હું આવો સામર્થ્યવાન ચૈત્ય તત્ત્વ છું એવું માહામ્ય જીવને આવતું નથી. એથી આત્મભ્રાંતિનું કોઈ દુ:ખ પણ તે જાણતો નથી. તેથી ભ્રમિત થઈને ભટકે છે. વળી, જ્ઞાનરહિત યમનિયમ, તપ કે અનુષ્ઠાન કરી તે માને છે કે ધર્મ થઈ ગયો અને દેહાદિભાવ તો એવા ને એવા રહી ગયા. તેથી તેની મુક્તિ પણ થતી નથી.
આત્મભ્રાંતિનો રોગ તપ કે જપથી દૂર થતો નથી કારણ કે એ મહાઅજ્ઞાનની દશા છે, તે જ્ઞાન થતાં પ્રાયે ને સદ્ગુરુના યોગથી તેમની આજ્ઞાઆરાધનથી દૂર થાય છે. આત્મભ્રાંતિ એ ક્લેશજનિત અવદશા છે. સર્વ દુઃખનું મૂળ છે. તે દૂર કરવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન આત્મભાવથી થાય છે. એ જેમ જેમ આરંભ પરિગ્રહ ઘટે છે, અસસંગનું અલ્પત્વ થાય છે, અસત્સંગનું સેવન ઘટે છે ત્યારે આત્મભાવનું બળ પ્રવર્તે છે. તે આત્મભાવના સાતત્યથી આત્મજ્ઞાન થાય છે. જે જ્ઞાને દેહાદિનો ક્ષય થઈ સહજસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તપ, જપ સર્વ ક્રિયા આત્મજ્ઞાનરહિત હોય તો તે જીવ મુક્તિ પામતો નથી.
રજ્જુ અવિદ્યાજનિત અહિ, મિટે રજુ કે જ્ઞાન, આત્મજ્ઞાને હું મિટે, ભાવ અબોધ નિદાન. છંદ-૩૪
અંધકારમાં પડેલી દોરડીમાં જેમ સર્પનો ભ્રમ થાય છે તેમ અવિદ્યાના બળે દેહાદિકમાં આત્મબુદ્ધિ થાય છે. પરંતુ પ્રકાશ થતાં જાણ્યું કે દોરડીમાં સર્પનો ભાસ થયો હતો. તે તો ખરેખર દોરડી છે, તેથી ભ્રમ દૂર થતાં સર્વ ભય દૂર થયો. તેમ જ્ઞાન વડે જ્યારે જાણ્યું કે અહો જડ એવા દેહમાં મને આત્મબુદ્ધિ થઈ હતી તે જ દુઃખનું કારણ હતું. આત્મામાં આત્માનો નિર્ધાર થતાં આત્મબ્રાંતિ ટળી જવાથી આત્મા સ્વ-સ્વરૂપે પ્રકાશે છે.
આત્મબ્રાંતિ થવાનાં કારણો મિથ્યાભાવ, મિથ્યાપ્રવૃત્તિ અને મિથ્થામાન્યતા છે. સરુના બોધ એ મિથ્થામાન્યતા ટળી ત્યારે
૧૧૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org