________________
બીજાનું વજન સુગંધી અને હળવું હોવાથી સુખદાયી છે, છતાં બંને વજન-ભાર છે.
પુણ્ય અને પાપ બંને દ્વારા સંસારની યાત્રાનું સાતત્ય ટકે છે. જીવો પાપથી દુઃખ ભોગવે છે પુણ્યથી ભૌતિક સુખ ભોગવે છે. બંને નાશવંત છે. પાપના ઉદયથી જીવ તડકે ચાલવા જેવું દુઃખ ભોગવે છે, અને પુણ્યથી છાંયે ચાલીને સુખ અનુભવે છે, પરંતુ સંસારમાં તડકાછાંયાનું પરિવર્તન થયા કરે છે. તેથી એક પ્રકારે સુખ નથી. માટે બંનેની અપેક્ષારહિત, વિષમતારહિત સમતારૂપ શુદ્ધદશામાં
રહેવું.
હિંસાદિ પાપોનું મૂળ કારણ મિથ્યાત્વ કે અજ્ઞાન છે. અઢાર પાપસ્થાનકમાં ૧૮મું પાપ મિથ્યાત્વને શલ્યરૂપ જણાવ્યું છે. અર્થાત્ ૧૭ પાપનો સરવાળો ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યો છે. આ મિથ્યાત્વ આત્માને મોક્ષરૂપે બોધ થવામાં અંતરાય કરે છે. પાપના ઉદયમાં તો મિથ્યાત્વ મૂંઝવે છે, પરંતુ પુણ્યના ઉદયમાં પણ જીવને સુખની કલ્પના ઊભી કરી મૂંઝવે છે. પાપનો ભાર સાગના લાકડા જેવો છે અને પુણ્યનો ભાર ચંદનના લાકડાના ભાર જેવો છે. બંને ભાર છે. તેમાં કેવળ સુખદુઃખની કલ્પના છે.
મિથ્યાવરૂપી દોષથી-પાપથી જીવને વિપરીત રૂચિ-શ્રદ્ધાન થાય છે. પાપમાર્ગમાં પ્રવર્તે છે, છતાં તેને કંઈ તાપસંતાપ કે ઉત્તાપ પેદા થતા નથી. સાંસારિક સઘળી પ્રવૃત્તિ પાપમૂલક છે, હીન પુણ્ય પણ પાપને અનુસરે છે તેથી જીવને પુણ્યપાપ બંનેના વ્યયથી મુક્તિ દર્શાવી છે.
ધર્મસ્થાનો કે અનુષ્ઠાનોમાં પુણ્યજનિત પ્રવૃત્તિ થતી દેખાય છે, પરંતુ ત્યાં જીવની આકાંક્ષા સંસારસુખની હોય તો ઉદય પુણ્યનો ને બંધ પાપનો થાય છે તેમાં જીવને કંઈ આત્મલાભ નથી. તેથી જ્ઞાની પુરુષો બંનેનો વ્યય કરી મોક્ષમાર્ગની શુદ્ધભાવ દ્વારા રુચિ કરાવે છે.
હિંસા મૃષા આદિ પાપોથી જીવ દુઃખ પામે છે, તેને રોકવા ,
૨૧
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org