________________
સ્વપ્ન છે કે જેમાં જીવ સ્વસ્વરૂપને વીસરી જાય છે. સ્વપ્નમાં બંધ આંખે સ્વરૂપનું વિસ્મરણ થાય છે. સ્વપ્નમાં જ્યારે કંઈ સુખ-દુ:ખનાં દશ્યો આવે છે ત્યારે જીવ દેહભાવને કારણે સ્વપ્નમાં પણ સુખ-દુઃખની કલ્પના કરે છે. આથી જાગતા કે ઊંઘતા જીવના ઉપયોગમાં દેહનું એકત્વ વત્ય કરે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે એકાંતમાં ભાવના કર કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન એવો નિજાનંદસ્વરૂપ આત્મા છું.
જેમ જેમ આત્મવિચાર દઢ થાય છે તેમ તેમ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં પદાર્થો તાદૃશ્ય થાય છે. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર દૂર થતાં પદાર્થો તાદૃશ્ય થાય છે. તેમ અજ્ઞાનજનિત દેહભાવની ભ્રાંતિ ટળી જતાં આત્મદશા પ્રગટ થાય છે. અને સંસારના ભ્રમણની વિષમતા ટળી જાય છે. જીવ પુગલસંગી દીન છે. આત્મસંગી દીનાનાથ છે.
જીવ દેહધારીપણાનો ભાવ ત્યજી ચૈતન્યભાવમાં જ્યારે વિષમતાથી વિશ્રામ કરે છે ત્યારે અહો આ જગતથી તે અસંગતા અનુભવે છે. સ્પર્ધાદિને જાણવાનું છોડીને તેથી ભિન્ન એવા આત્મસ્વરૂપને તે જાણે છે. પછી તેનું વિસ્મરણ સ્વપ્ન પણ થતું નથી.
अपुण्यमव्रतैः पुण्यं, व्रतैर्मोक्षस्तयोर्व्ययः।
अव्रतानीव मोक्षार्थी, व्रतान्यपि ततस्त्यजेत् ॥१३॥ પુણ્ય વ્રતે, અઘ અવ્રત, મોક્ષ ઉભયનો નાશ;
અવ્રત જેમ વ્રતો તણી કરે શિવાર્થ ત્યાગ. ૮૩
અર્થ : અવ્રતથી પાપ થાય છે. વ્રતથી પુણ્ય થાય છે. પરંતુ મોક્ષ થતાં તે બંનેનો વ્યય થાય છે માટે મોક્ષાર્થીએ અવ્રતની પેઠે વ્રતને પણ ત્યજવાં.
અપુણ્યઃ પાપ. તે અવ્રત અર્થાતુ હિંસાદિ પાપ છે. અને હિંસાદિક પાંચે અવ્રતથી વિરમવું તે પુણ્ય છે. મોક્ષ તો કેવળ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. તે પાપ અને પુણ્ય બંનેના વ્યય થવાથી થાય છે. કારણ કે પાપ પથ્થરનું વજન ઊંચકવા જેવું છે. અને પુણ્ય પુષ્પોની ગાંસડી ઉપાડવા જેવું છે. એકનું વજન દુઃખદાયી છે.
૨૧૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org