________________
આવું મમત્વ શા માટે ? દેહ જ મારો થતો નથી તો સ્ત્રી, પુત્રાદિ ઘર તો તેનાથી દૂર છે તે મારાં કેમ થશે ? હું કેવા મોહમાં સૂતો હતો. સદૂગરબોધે મને સમજાયું કે દેહ તારો નથી, કે અન્ય પદાર્થો તારા નથી. એ ભાવનાને દઢ કરી હું ભેદજ્ઞાન વડે આત્મામાં સ્થિર થાઉં કે જેથી સ્વપ્ન પણ મને દેહભાવ ચલિત ન કરે.
વિચારવાન આવા શુભભાવો વડે દેહભાવને ત્યજી દે છે. આવા વિચારબળથી મૂઢ જીવો પણ જાગ્રત બને છે, તેઓ ઉત્તમ ભાવના વડે મોક્ષમાર્ગે પ્રવર્તે છે. જેને દેહથી ભિન્નતાનો વિચાર પણ ફુર્યો નથી તેનું ચિત્ત ભ્રાંતિમાં છે, માટે એવી વિચારહીન દશાનો ત્યાગ કરી ભેદજ્ઞાન વડે એ મૂર્છાને ત્યજી દેવી.
સર્વ પદાર્થથી અને સર્વ ભાવથી આત્માને ભિન્ન જાણવાનું સાધન માત્ર જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે, વૈરાગ્યભાવ અને રાગરહિત દશા-જ્ઞાન સ્વ-પરના ભેદને બરાબર જાણીને સ્વરૂપમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે તેનું કારણ જ્ઞાન સહિત વૈરાગ્ય છે. તેથી સ્વપ્ન પણ દેહભાવના ઉત્પન્ન થતી નથી.
દેહાદિનું નિર્મમત્વ જ સાધકને સ્વપ્ન પણ કાયાની માયા થવા દેતું નથી. આવા નિર્મમત્વભાવ માટે જગતમાં કોઈ પદાર્થ મેળવવા શ્રમ કરવો પડતો નથી. કોઈને રીઝવવા પડતા નથી. ધનાદિની આવશ્યકતા નથી. કોઈ પ્રકારનો કાયક્લેશ કરવો પડતો નથી. કોઈ ઉપદ્રવનો ભય નથી કેવળ અંતરમુખ રહી, જગત પ્રત્યે ઉદાસીન થઈ જે રહે છે તેને સ્વપ્ન પણ કાયાની માયા થતી નથી.
ભિન્ન દેહ તેં ભાવિયે, હું આપહિ મેં આપ,
ર્યું સ્વપ્નહિ મેં નહિ હૂએ, દેહાતમ ભ્રમ તાપ. છંદ-૬૬ હે ભવ્યાત્માત ! જો તમે વાસ્તવમાં સ્વતત્ત્વને પ્રાપ્ત કરવા અભિલાષા રાખતા હોવ તો દેહથી ભિન્ન એવા તમારા આત્મામાં આત્મભાવ કરો, તે આત્મભાવના એવી દઢ કરો કે તમે સ્વપ્નમાં પણ ભૂલી જાવ કે તમે દેહ છો.
પરમાર્થરહિત કેવળ સાંસારિક પ્રવૃત્તિમય જાગૃતિ તે ખુલ્લી આંખનું
સમાધિશતક
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org