________________
સ્થાન છે. ગમે તેટલો પ્રિય લાગે તોપણ આ દેહનો એક નાનો ટુકડો કાપીને હાથમાં મૂકીને જોવો કે સુંઘવો ગમતો નથી, એવો દેહ કેવળ અનેક અંગઉપાંગ અને ઇન્દ્રિયોનો સમૂહ છે, છતાં જીવને દીર્ઘકાળ સુધી તેના રોમેરોમે પ્રિયતા થઈ છે. તેનો સમજપૂર્વક ત્યાગ કરવાનો આ માનવદેહમાં મળેલો એક અવસર છે તે સમજી લેવું.
જીવો દેહમાં વિવિધ પ્રકારે બુદ્ધિ કરીને રોકાય છે, કે હું રૂપાળો કે કદરૂપો, હું, હું શ્રીમંત-મોટો વગેરે, પરંતુ ભાઈ ! એવાં તો કેટલાંય રૂપો ધારણ કરીને છોડ્યાં, તારા હાથમાં કંઈ આવ્યું નથી માટે સમજ અને વિચાર કર કે આ જડ પરમાણુઓનો બનેલો દેહ તે હું નથી, આ તો મારી કર્મજનિત અવસ્થા છે. ક્યાં મારા આત્માના જ્ઞાનદર્શનાદિ અનંતગુણો અને ક્યાં આ અનંત પરમાણુઓનો બનેલો પત્તાના મહેલ જેવો દેહ ?
પુદ્ગલના સંયોગથી નિર્માણ થયેલા દેહને તો તેનો સંબંધ પૂરો થતાં તેનો વિયોગ નિશ્ચયથી છે માટે મારે એક આત્મા જ ઉપાદેય છે. આ દેહના લક્ષણથી હું સ્વભાવે જુદો છું. છતાં જ્યારે મને માનવદેહ રૂપી સાધન મળ્યું છે, તો હું તેમાં રહેલા ચૈતન્યસ્વરૂપે આત્માની ઉપાસના કરું, જેથી મને સ્વપ્ન પણ દેહ સાથે એકતા ન થાય.
જ્યાં સુધી હું પરભાવથી મુક્ત ન થાઉં ત્યાં સુધી મારે આવું ભેદજ્ઞાન નિરંતર ભાવવાનું છે. જેથી જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનમાં સ્થિર થાય. દેહભાવથી મુક્ત થઈ ઉપયોગ જ્ઞાનમાં સ્થિત થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ પરભાવ છૂટી જાય છે.
હે ચેતન ! તારો અનુભવ નથી કે કોઈને પણ કાયા પોતાની થઈ જ નથી છતાં હું તેને મારી માનીને કેવી મૂર્ખતા કરી રહ્યો છું ? સમય આવે જેનો વિયોગ થવાનો છે. રાખ્યું રહેવાનું નથી. તેના અહીં પડી રહ્યા પછી તું ભવાંતરે જવાનો છું. તેને આટલું ગાઢ મમત્વ શા માટે !
વિચારવાન જાણે છે કે જે કાયા પોતાની થવાની નથી તેનું
૨૧૪
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only