________________
છે, માટે તેને કેળવવાથી આત્મશુદ્ધિ થાય છે. बहिरात्मेन्द्रियद्वारै, रात्मज्ञान पराङ्गमुखः । स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ ७ ॥
ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે હિરાત્મ; આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ.
૭
અર્થ : બહિરાત્મા બાહ્ય પદાર્થોના વિષયને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી આત્મજ્ઞાનથી વિમુખ થાય છે. જડ પદાર્થો પ્રત્યે સ્ફુરિત થઈ દેહાદિને જ આત્મરૂપે માને છે.
અજ્ઞાનથી ઘેરાયેલો નિજજ્ઞાનથી દૂર થયેલો બહિરાત્મા કોણ છે ? શા માટે સંસારનાં બંધનમાં પડ્યો છે ? બંધન શું છે ? સુખની અપેક્ષા છતાં દુ:ખી કેમ થાય છે ? બુદ્ધિના વિપર્યાસથી દેહને આત્મારૂપે માની નિરંતર તેની સેવા કરે છે. જે નિત્ય રહેવાનું નથી તેને ટકાવવા પ્રયત્ન કરે છે.
વળી, જ્યારે જ્યારે જે જાતિમાં જન્મ્યો, જે જે ઇન્દ્રિયપણે ઉત્પન્ન થયો તે ઇન્દ્રિયોના વિષયોને સુખનાં સાધન માની તેમાં જ મસ્ત રહ્યો. દીર્ઘકાળના ઇન્દ્રિયવિષયોના સંસ્કારથી જકડાયેલો, રતિ-અતિ, હર્ષ-શોક, સુખદુઃખની લાગણીઓના ભ્રમમાં ભટક્યો. જેમાં સુખ ન હતું તેમાં જ સુખ માન્યું.
૨૨
વિષય કષાયના પાશમાં ભૂમિયો કાળ અનંત જી; રાગ-દ્વેષ મહા ચોરટા, લૂંટ્યો ધર્મનો પંથ જી.
વળી, ક્યારેક તેના શ્રવણે શબ્દસંચાર થયો કે ઇન્દ્રિયો દ્વારા સુખ નથી. પરંતુ એ સંસ્કારોની જડ એટલી ઊંડી ગઈ છે કે વળી પાછો એ ત્યાં જ આકર્ષિત થઈ સ્વરૂપને ભૂલી જાય છે. વિષય-કષાયની સાથે આહારાદિ સંજ્ઞાઓનો ભયંકર ભરડો તેમાં એવો લપટાઈ ગયો કે તેમાંથી નીકળવાનું દ્વાર જ ન રહ્યું.
અનાદિ નિગોદ તે બંધીખાનો તૃષ્ણાતોપે રાખ્યો, સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાંક્યો.
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org