________________
તેમને માટે જગત કાષ્ટવત્ જણાય છે.
श्रृण्वन्नप्यन्यतः कामं, वदन्नपि कलेवरात् ।।
नात्मानं भावयेद् भिन्नं, यावत्तावन्न मोक्षभाक् ॥११॥ બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧
અર્થ : અન્ય પાસેથી આત્મસ્વરૂપનું શ્રવણ કરવાથી, અથવા અન્યને કહેવા છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી ભિન્નતાનો અનુભવ નથી થતો ત્યાં સુધી આત્મા મોક્ષને પાત્ર થતો નથી.
કોઈ વ્યક્તિ એવા પ્રદેશમાં રહે કે જ્યાં ડાંગર થતી જ ન હોય પણ તેણે એક વાર તે પ્રદેશના કોઈ ખેડૂત પાસે સુંદર ચોખાનું વર્ણન સાંભળ્યું, તે ખુશ થયો. તેણે અન્યને પણ તે ચોખાનું વર્ણન સંભળાવ્યું, તેને ખુશ કર્યો. પણ ભાઈ તને ચોખાના સ્વાદની ખબર છે ? “ના” જેને પોતાને તેના સ્વાદનો અનુભવ નથી તેના કહેવાથી શું લાભ છે ?
તેમ જીવે ઘણી કથાઓ સાંભળી, પૂરી પૃથ્વીનાં તીર્થોમાં ફર્યો, મંદિરે મંદિરે આરતી ઉતારી, શાસ્ત્રો ભણ્યો, યોગાભ્યાસ કર્યો, ભક્તિના ભાવમાં ઉન્મત્ત થયો.
શાને માટે ? “આત્માના આનંદ માટે.”
તને આત્માના આનંદનો અનુભવ થયો ? “ના” આ સર્વ આનંદ બહારનાં નિમિત્તોને આધીન હતો, પણ તારા આત્માને તો જાણ્યો જ નહિ એટલે વળી પાછો જ્યાં સંસારના વ્યવહારમાં ગૂંથાયો કે પેલી યાત્રાદિમાં કરેલો આનંદ છૂમંતર થઈ ગયો. કારણ કે તેને તે પ્રસંગોમાં આત્માનું કોઈ લક્ષ્ય કર્યું જ ન હતું.
મુમુક્ષુઓ સત્સંગમાં જાય ત્યારે સાંભળે કે “તું દેહથી ભિન્ન છું.” સ્ત્રી આદિક મારાં નથી. આ સઘળા સંયોગ-સંબંધ છે. હું શુદ્ધ ચૈતન્યઘન અવિનાશ એવો આત્મા છું' આવું સાંભળે છે ત્યારે ઉત્સાહમાં બોલે,
૨૧૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org