________________
જ્ઞાનીને તો આ જગતમાં રાગદ્વેષની વિષમતા જ ઉન્મત્તતા જણાય છે. અથવા ચેતનને ભૂલી જડતામાં જીવતા જીવોનું જગત કાષ્ટવત્ જણાય છે.
ભાસૈ આતમજ્ઞાન રિ, જગત ઉન્મત્ત સમાન, આગે દૃઢ અભ્યાસ તેં, પત્થર તૃણ સમાન. છંદ-૬૫
આત્મજ્ઞાનીને પ્રાથમિક ભૂમિકામાં જગતનું દૃશ્ય પાગલની દોડ જેવું જણાય છે. જેમ ચાલતી ચક્કીમાં દાણા પિસાતા જોઈને કબીરજીની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. તેમણે વિચાર્યું કે આ સઘળું વિશ્વ રાગદ્વેષની ચક્કીમાં પિસાઈ રહ્યું છે. કોઈ બચી શકતું નથી. અને તેથી તેઓ જીવોને ઉપદેશ આપતા, ‘કહત કબીર સુન ભાઈ સાધો સંસાર દો દિનકા મેલા, ચકાચકીકા ખેલા.'
ઉપદેશ આપવાની ભાવનાથી ઋષિઓ મુનિઓ પોકારીને કહેતા : મહાનુભાવો જાગો, વીતેલો સમય પાછો નહિ આવે. ગયેલો અવસર પુનઃ પ્રાપ્ત નહિ થાય. વળી જગતના જીવો જ્યારે બોધ પામતા નથી ત્યારે તેઓ દુઃખી થાય છે, પરંતુ જેમ જેમ તેમની જ્ઞાનદશા વિકસતી જાય છે તેમ તેમ અંતર્મુખ થઈ એકાંતે વસે છે. મૌન થાય છે. નિર્વિકલ્પ થાય છે. અસંગ થાય છે.
પોતાના આત્મસુખના વૈભવ પાસે તેમને આ સમસ્ત જગત ભેટ ધરવામાં આવે તો પણ તેઓ તેને તૃણવત્ માને છે. ચક્રવર્તીના પદ તો તેમને માથે ઉપાડેલા કાષ્ટના ભાર જેવું જણાય છે. તેમાં કદાચ થોડો પુણ્યયોગ હોય તો પણ તે તેમને ગર્દભે ઉપાડેલા ચંદનના ભારા જેવો લાગે છે. સાગનાં લાકડાં હો કે ચંદનનાં લાકડાં હો, ગર્દભને તો બંને ભારરૂપ છે. તેમ જ્ઞાનીને જગતમાં પુણ્યના યોગ હો કે પાપના યોગ હો, લાકડાના ભારા સમાન લાગે છે.
આત્મજ્ઞાની જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તેને રાગાદિ અનેક વિકલ્પોથી યુક્ત જગત જાણે ગાંડાની જેમ દોડતું જણાય છે. અને જ્યારે તેઓ અત્યંત ઉદાસીનભાવે જગતને જુએ ત્યારે તેમને જગતના પ્રકારો કે પ્રપંચો કંઈ અસર કરતા નથી ત્યારે
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૦૯ www.jainelibrary.org