________________
રૂપમાં રાચતા આ જીવો કેવા દુઃખી થાય છે ? અરે ચક્રવર્તી પણ પૃથ્વીના વિકારમાં ફસાય છે, કલ્પિત સુખના માહાભ્ય જીવોને ઘેરી લીધા છે. અને સ્વરૂપના જ્ઞાનને ભૂલી ગયા છે, કેવળ દેહાથે આત્મશક્તિને લૂંટાવી રહ્યા છે. દેહસુખના લોભનો થોભ નથી. તેઓને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવવા જ્ઞાનીને પ્રારંભની દશામાં વિકલ્પ ઊઠે છે. જગતના જીવોને કેમ ઉગારું એવો ઉન્મત્તભાવ આવે છે.
સાધક પોતે જ્યારે પરના સુખદુ:ખાદિના કર્તાભાવથી નિર્લેપ થાય છે. સર્વ દ્રવ્યભાવથી ઔદાસિન્ય વૃત્તિ થાય છે, પોતાનો દેહ જ જેને માત્ર સંયમહેતુ માટે જ જામ્યો છે. તેને આ જગતમાં કંઈ પણ કરવાનો વિકલ્પ છૂટી જાય છે. નિયમથી તો આવી દશા તેરમા ગુણસ્થાનકે કેવળજ્ઞાનીની છે, તેમને જેવું પોતાનું સ્વરૂપ સ્થિર જણાય છે તેવું જગત પણ તેમને જાણે કાષ્ટની જેમ થંભી ગયેલું અર્થાત્ પદાર્થમાત્ર સ્વપરિણમનયુક્ત જણાય છે. તેવા જગતના જીવોના સ્વરૂપને જાણે છે પરંતુ તેનો વિકલ્પ કરતા નથી.
અર્થાત્ કેવળજ્ઞાનમાં ત્રણે લોક પ્રકાશિત થાય છે, શું જ્ઞાની ટી.વી.ની જેમ જગતનાં દશ્યોને જોતા હશે ? “ના” ભાઈ ! આ તો કેવળજ્ઞાનની શક્તિનું માહાભ્ય જણાવ્યું છે. કેવળજ્ઞાનમાં જગત પ્રતિબિંબિત થાય છે, પણ જ્ઞાનીનો ઉપયોગ પોતાના આત્મસ્વરૂપમાં લીન હોવાથી, જોવાનો વિકલ્પ હોતો નથી, તેથી તેમને માટે જગત કાષ્ટમય છે. અર્થાત્ તેમને જગતનાં કોઈ દશ્યો અસર કરી શકતાં નથી.
સંસાર બહારની સમૃદ્ધિથી સમજાય છે. અધ્યાત્મમાં જ્ઞાનથી સુખ સમજી શકાય છે. જ્ઞાનમાર્ગમાં શ્રદ્ધા તે સાધકનો ભાવ છે, તે અનુભવસિદ્ધ છે. આઠ કર્મવાળો જીવ ભલે હો પરંતુ તેમાં કેવળજ્ઞાન છુપાઈને રહ્યું છે. શારીરિક જીવનનો નિર્વાહ કરવા પ્રવૃત્તિ છે, પરંતુ પરમતત્ત્વની પ્રાપ્તિ માટે નિવૃત્તિ આવશ્યક છે, પ્રવૃત્તિવાળો જીવનનાવ ચલાવી શકે પરંતુ તે સંસાર તરવાનું સાધન બની શકે નહિ. સંસારસાગર તરવાનું સાધન નિવૃત્તિમાં સમ્યગૂ કે શુદ્ધ પ્રવૃત્તિ છે. નિવૃત્તિ એ પ્રમાદ નથી, જગતના જીવોનું તેવું જણાય છે. પરંતુ
૨૦૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો.
For Private & Personal Use Only
www.jainelibrary.org