________________
સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય;
દૃઢ અભ્યાસ પછી જગત્ કાષ્ઠ-દૃષદવત્ થાય. ८० અર્થ : યોગાભ્યાસની પ્રાથમિક ભૂમિકામાં અંતરાત્માને જગત ઉન્મત્તવત્ દેખાય છે, અને જ્યારે તે યોગાભ્યાસ વડે જુએ છે ત્યારે જગત પાષાણવત્ જણાય છે.
યોગાભ્યાસી-આત્મદર્શન પ્રાપ્ત થયું છે તેને જગતના વ્યવહારો પાગલ જેવા જણાય છે. પરંતુ જ્યારે તેમની દશા પરિપક્વ થાય છે ત્યારે જાણે આ જગત તેમને પથ્થર જેવું કે જડ જેવુંભાસે છે. પાગલ અર્થાત્ વિકલ્પોના સમૂહથી ઉન્મત્ત લાગે છે. અને જ્યારે પોતે ઉદાસીનતા ધારણ કરે છે ત્યારે જગત તેમને કંઈ પણ અસર ઉપજાવતું નથી તેથી નિશ્ચલ લાગે છે.
જેણે મુક્તિમાર્ગને વિષે પોતાના ભાવને જોડ્યા છે. તેને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તેવી પ્રાથમિક ભૂમિકામાં તેને જગત જાણે પાગલખાનું હોય તેવું જણાય છે. છતાં હજી પૂર્ણ વીતરાગદશા ન હોવાથી જગત પ્રપંચોવાળું, પંચેન્દ્રિયના વિષયમાં આક્રાંત થયેલું, ત્રિવિધ તાપથી એકાંતે દુઃખી, અસમાં સુખ શોધવાની દોડ, જન્મથી સુખી, મરણથી દુ:ખી, આવા પ્રકારથી પ્રારંભના યોગાભ્યાસીને જગત ઉન્મત્તવત્ જણાય છે. અને તેથી જગતના જીવોને બોધ આપવાના વિકલ્પો ઊઠે છે. કરુણાભાવથી તે જીવોને જોઈને તેમના સુખ માટે બાહ્ય પ્રયોજન કરે છે.
સત્યાસત્ય, હિતાહિતની બુદ્ધિ વગરના જીવોને જોતાં, મોહાધીન જીવન-પ્રવૃત્તિને જોતાં, આત્માનું માહાત્મ્ય વીસરતું જોતાં, શાસ્રના બોધમાં અરુચિ, વિનાશવંત પદાર્થોમાં સુખની અભિલાષા, કાળના પરિબળે સૌ જીવો જડના પ્રવાહમાં તણાય છે ત્યાં પ્રારંભયોગી જીવોને સુખની પ્રાપ્તિ માટે બોધ આપવા પ્રયાસ કરે છે. આવી ઉન્મત્તભાવ દશા પ્રમાણે આવે છે.
અરે ! સત્સમાગમ અને સત્સંગ વગર આ જીવો કેવું દુઃખ પામે છે ? લાખના હીરાને વગર મૂલ્યે ફેંકી દે છે.
નામ અને
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૦૦ www.jainelibrary.org