________________
કંઈ પ્રતિકૂળતા આવે ત્યારે તેમના સુખનાં સાધનો તેમને દુઃખરૂપ જણાય છે. જેમ કે કોઈ બીમાર માણસને હોસ્પિટલમાં રહેવું પડે ત્યારે તેની સામે પત્ની, પુત્રાદિ પરિવાર ઊભા હોય. રૂપાની થાળીમાં ભોજન જમવા આપે, ધંધાના વિકાસની કે ધનની વૃદ્ધિની વાત કરે તોપણ તે તેને દુ:ખરૂપ જણાય છે. જ્યારે તે તંદુરસ્ત હતો ત્યારે તે જ સંયોગો તેના જ્ઞાનમાં સુખરૂપ જણાતા હતા તે જ સંયોગો તેને હવે દુઃખરૂપે અનુભવમાં આવે છે.
0 માણસ તે જ છે. 0 બહારનાં સાધનો તેના તે જ છે. છે તેનું શરીર પણ તે જ છે. 0 મન પણ તે જ છે. O પુત્રાદિ પરિવાર પણ તે જ છે.
તેનું જ્ઞાન પણ તે જ છે પરંતુ શારીરિક વેદના સમયે જે જે વસ્તુઓ તેના મનમાં સુખરૂપ જણાતી હતી તે હવે દુઃખરૂપ જણાય છે. અરે સમય દર્શાવતી ઘડિયાળ પણ સ્થગિત થઈ ગયેલી જણાય છે.
જેમ કોમળ પુષ્પ ગમે તેવું સૌંદર્યવાળું હોય તો પણ તાપ પડવાથી કરમાઈ જાય છે, તેમ દુઃખ જ્યાં સુધી અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી કોઈએ કેવળ ચિંતન કર્યું હોય કે ગમે તેવા દુઃખમાં હું ટકી જઈશ. કારણ કે હું દેહથી ભિન્ન છું તે જાણું છું. મને જ્ઞાન છે કે મારા દેહમાં જે કંઈ થશે તે મારા આત્માને થવાનું નથી પરંતુ જ્ઞાની કહે છે ભાઈ, અનુભવાત્મક પ્રયોગ કર્યા વગર કેવળ કલ્પિત જ્ઞાન દુઃખ પડે ત્યારે ટકતું નથી.
દુઃખ પરિતાપે નવિ ગલે, દુ:ખભાવિત મુનિ જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં કંચનકે અનુમાન. છંદ-૮૭
જેમ લોઢું જલદ ભઠ્ઠીમાં બળવા છતાં ઓગળી જતું નથી પરંતુ શુદ્ધ બને છે. જેમ સુવર્ણ પણ અગ્નિમાં તપીને શુદ્ધ બને છે. તેમ મુનિ જેમને ઉપસર્ગો કે પરિષદો સહન કરવાની સમજ સહિત સંસારનાં સુખોનો ત્યાગ કર્યો છે તે મુનિઓ ઉપસર્ગો કે પરિષદ
સમાધિશતક
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org