________________
આવી દશા થાય ત્યારે સાધકે સાધુજનોના સંગમાં રહી. તેમના બોધ વડે પરવસ્તુની ભ્રાંતિને દૂર કરી પુનઃ આત્મસ્વરૂપની ભાવના કરવી. વળી, એક વાર આત્મસ્વરૂપની પ્રતીતિનો સંસ્કાર જીવને પુનઃ અંતરાત્મપણાની દશા તરફ વળે છે. માટે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતાં સુધી સાવધાન રહેવું.
अचेतनमिदंदृश्यमदृश्यं चेतनं ततः ।
क्वरुष्यामि क्व तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः ॥४६॥ દશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દષ્ટ; રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ? ધરું ભાવ મધ્યસ્થ. ૪૬
અર્થ: આ દશ્ય તે જડ છે અને અદશ્ય છે તે ચેતન છે. હવે હું કોના પર રોષ કરું અને કોના પર તોષ કરું ? માટે મારે મધ્યસ્થભાવે રહેવું યોગ્ય છે.
અંતરાત્મા વિચારે છે કે આ ઇન્દ્રિય દ્વારા જે દશ્યમાન છે તે દેહ, મન, વાણી, પુત્રાદિ, ઘર, વસ્ત્ર, પાત્ર સર્વે પદાર્થો જડ છે. તેઓ સ્વયં સુખ કે દુઃખનો અનુભવ કરતાં નથી. તો પછી મારે શા માટે તેમના પર રાગ કે દ્વેષ કરીને સુખ કે દુઃખ માનવું ? તે પદાર્થોને કોઈના પ્રત્યે શત્રુ કે મિત્રનો ભાવ નથી. એ જડ પદાર્થો મારા હાથે તૂટે-ફૂટે તોપણ દુઃખી થતાં નથી. હું અલંકારોને સાચવીને કબાટમાં મૂકે તેથી તે કંઈ રાજી થતાં નથી. તો પછી મારે તેમના પ્રત્યે રાગ અને દ્વેષ શું કરવો ?
વળી, આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને કાળ અદશ્ય છે, અરૂપી છે. પરંતુ તે અજીવ છે. તેથી તેમનો સુખદુઃખાદિ નથી. આ દ્રવ્યો સિવાય બાકી રહ્યું તે અરૂપી દ્રવ્ય આત્મા છે. તે પણ ઇન્દ્રિય-અગોચર, અંદેશ્ય છે, તેને હું જોતો જ નથી તો પછી કોના પર રાગ કે દ્વેષ કરું ? વળી, સ્વસ્વરૂપી આત્મામાં ક્રોધાદિ છે નહિ, કર્મપ્રકૃતિને વશ એવા ભાવો ઊપજે છે તેથી કોઈ અન્ય પર પણ મારે શા માટે રોષ કે તોષ કરવો ?
આમ વિચારી અંતરાત્મા મધ્યસ્થભાવને ધારણ કરે છે અને
સમાધિશતક Jain Education International
૧૩૫ www.jainelibrary.org
For Private & Personal Use Only