________________
પ્રત્યક્ષ અનુભવ છે તે તો ઇચ્છાઓ અને વાસનાઓનું શાંત થવું છે. ઇચ્છાઓ તૃપ્ત થાય તે તપ છે. વળી, તપ દ્વારા થતી શુદ્ધિ એ કર્મનિર્જરાનું કારણ બને છે. તપ દ્વારા દેહથી ભિન્ન આત્માનો ગુણ અનુભવમાં આવે છે.
जानन्नप्यात्मनस्तत्त्वं, विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रन्ति भूयोऽपि गच्छति ॥४५॥ યપિ આત્મ જણાય ને ભિન્નપણે પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરિપ વિભ્રમ થાય.
વેદાય,
૪૫
અર્થ : અંતરાત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણતો હોવા છતાં, પોતે દેહાદિથી ભિન્ન છે તેવી ભાવના કરવા છતાં પૂર્વસંસ્કારવશ પુનઃ ભ્રાંતિ પામે છે.
પરમાત્મપણું પ્રગટ થતાં પહેલાં સાધકઅવસ્થામાં પરિણામની તરતમતા હોય છે. અંતરાત્મા પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જાણતો હોવા છતાં અને આત્માને દેહાદિથી ભિન્ન છે તેવી ભાવના કરતો હોવા છતાં મોહનીય કર્મના પૂર્વના સંસ્કારો ઉદયમાં આવે ઉપયોગ ચલિત થાય છે.
અંતરાત્મપણાની ત્રણ અવસ્થાઓ છે ઃ જન્ય, મધ્યમ અને ઉત્તમ.
જઘન્ય અંતરાત્મા ચોથા અને પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે સાધકની અવસ્થામાં ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે, તેથી મોહનીયની કષાયપ્રકૃતિનો ઉદય થાય તો જીવ ભ્રાંત થઈ પાછો મિથ્યાત્વ ગુણને સ્થાને આવે છે.
ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો કાળ લાંબો છે પણ તે સ્થાને પરિણામમાં મલિનતા છે. સમ્યક્ત્વ મોહનીયની પ્રકૃતિની સત્તામાં દર્શન સમકની પ્રકૃતિની અસર છે. તે સમ્યક્ત્વની હાજરી ઉદયમાં આવે ત્યારે તે અન્યરસમાં ભળી ક્ષય પામે છે, સત્તામાં હોય ત્યારે દબાય છે. આવાં ક્ષાયોપમિક સમ્યક્ત્વમાં મોહનીય પ્રકૃતિની અસર હોવાથી તે સાધક પૂર્વસંસ્કારનો ઉદય થતાં સમ્યકૃત્વથી પડે છે. ત્યારે ભ્રાંતિ થઈ વળી બહિરાત્મપણે વર્તે છે.
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org