________________
પોતાના આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે. આ દેશ્યજગત જ્ઞાનશૂન્ય છે, તેના પર રોષ-તોષ કરવાથી શું લાભ છે ! ભલે મને હજી અતીન્દ્રિય જ્ઞાન નથી તેથી અરૂપી આત્માની અને અનુભૂતિ નથી. છતાં હું મધ્યસ્થ રહું જેથી મારા રાગદ્વેષ દૂર થાય.
દેખે સો ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષ તોષ કિનસું કરે, આપહિ આપ બુઝાય. છંદ-૪૫
અહો ! આ જગતની ઈન્દ્રજાળ કેવી છે ? જેને હું જોઈ રહ્યો છું તે ચેતન નથી, અને જે અદેશ્ય છે તે મને દેખાતું નથી, તો પછી મારે કોના પર રાગ કે દ્વેષ કરવો ? આવી વિચારણા કરવાથી જડ પદાર્થો પ્રત્યેનો આસક્તભાવ દૂર થાય છે ? આત્મજ્ઞાન થતાં પરવસ્તુની પ્રિય-અપ્રિયતા નષ્ટ થાય છે. ત્યારે મધ્યસ્થભાવે જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષોએ દશ્યને અદેશ્ય કર્યું અને અદેશ્યને દેશ્ય કર્યું. અર્થાત્ શરીરાદિ કર્મરૂપી દશ્યનો આત્યંતિક ક્ષય કરી અદશ્ય એવી ચેતના અનાદિથી અજ્ઞાનવશ આવરાઈ હતી તેને પૂર્ણપણે પ્રગટ કરી. અંતરાત્મા આમ પોતાથી પોતે બોધ પામે છે.
त्यागादाने बहिर्मूढः, करोत्यध्यात्ममात्मवित् ।
नान्तर्बहिरुपादानं, न त्यागो निष्ठितात्मनः ॥४७॥ મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાન અંતરમાંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. ૪૭
અર્થ : મૂઢાત્મા બાહ્યપદાર્થોનો ત્યાગ અને ગ્રહણ કરે છે. પણ આત્મજ્ઞાની (અધ્યાત્મશક્તિ) તો અંતરંગમાં રહેલા રાગાદિનો ત્યાગ કરે છે અને આત્મગુણોને ગ્રહણ કરે છે. પરંતુ પરમાત્માને તો કંઈ ત્યાગ-ગ્રહણ છે નહિ.
મૂઢાત્મા અજ્ઞાનવશ વિપર્યાસબુદ્ધિને કારણે ગ્રહણ-ત્યાગની યથાર્થતા સમજતો નથી તેથી વસ્તુના અભાવમાં દ્વેષ કરે છે, અને તે જ વસ્તુના સદ્ભાવમાં રાગ કરે છે. વળી, જે વસ્તુનો ત્યાગ કરે છે તેમાં કંઈ પ્રતિકૂળ થતાં તે જ વસ્તુનો દ્વેષ કરે છે. આમ, રાગદ્વેષના ચકરાવે ચઢેલો તે જ્ઞાનીજનોએ કહેલા ગ્રહણ-ત્યાગનો મર્મ સમજી
૧૩૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org