________________
શકતો નથી.
તીર્થકરાદિએ તત્ત્વોનો પરિચય આપતાં કહ્યું છે કે જીવને અજીવ, પુણ્ય, પાપ, આશ્ચર્ય અને બંધ હેય છે; ત્યાગ કરવા યોગ્ય છે. અને જીવ સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે; ગ્રહણ કરવા યોગ્ય છે. અંતરાત્મા આ પ્રમાણે અધ્યાત્મના ન્યાયે ગ્રહણ-ત્યાગ કરે છે. તેથી રાગાદિથી મુક્ત થાય છે. અને પરમાત્મા તો ગ્રહણ-ત્યાગનાં કાર્યોથી મુક્ત છે.
બહિરાત્માને દશ્યજગતની વિશેષતા હોવાથી તે કથંચિત ધર્મમાર્ગમાં આવે તો પણ તે બાહ્યક્રિયામાં જ ધર્મ માની બાહ્યત્યાગ વગેરે કરીને સંતોષ માને છે. અને અંતરંગ ધર્મ કે જે સમ્યગદર્શનાદિને ગ્રહણ કરતો નથી, પુણ્ય એ એક સાધન છે તેને સાધ્ય માની ત્યાં અટકે છે. તેને માટે મોક્ષ પરોક્ષ છે. અને બાહ્ય ક્રિયામાં થતાં પુણ્યયોગ પ્રત્યક્ષ છે.
અંતરાત્માની બાહ્ય ક્રિયા પણ અંતરંગના લક્ષ્યવાળી હોવાથી તે આશ્રવનાં કારણોનો ત્યાગ કરે છે. અને પોતાની પાત્રતા કેળવવા બાહ્યાડંબર છોડીને આત્મશુદ્ધિ પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે. એટલે આશ્રવનાં જે કારણો છે તે ઇન્દ્રિયવિષયો, અનાદિ યોગનો સંયમ કરે છે. કષાયોની અત્યંત મંદતા હોય છે. વ્રતાદિમાં જાગ્રત રહીને આરાધન કરે છે તેથી આશ્રવ અંતરાત્મા માટે પ્રત્યાહાર બને છે.
ત્યાગ પ્રહણ બાહિર કરે; મૂઢ કુશલ અતિ રંગ; બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઓ સંગ. છંદ-૪૬ મૂઢાત્મા ઘણા પ્રકારે બહારમાં ત્યાગ-ગ્રહણને ધર્મ માને છે. અંતરાત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિનો ત્યાગ કરવા તરફ પુરુષાર્થ કરે છે, જેથી આત્માના આઠ ગુણોને ગ્રહણ કરે છે. અર્થાત્ અંતરાત્મા સ્વદ્રવ્ય, ગુણ અને પર્યાયને ગ્રહણ કરે છે. પરને ગ્રહણ કરતા નથી. પરમાત્મા તો ત્યાગ-ગ્રહણ-મુક્ત જ છે.
युजीत मनसाऽऽत्मानं, वासायाभ्यां वियोजयेत् । . मनसा व्यवहारं तुं, त्यजेदाक्काययोजितम् ॥४८॥
૧3o
સમાધિશતક Jain Education International o
For Private & Personal Use Only
www.jainelibrary.org