________________
જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત; વચ-તનકૃત વ્યવહારને છોડે મનથી સુજ્ઞ. ૪૮
અર્થ : મનને આત્મજ્ઞાન સાથે જોડવું. ત્યાર પછી જ્ઞાન વડે વાણી અને કાયાથી પણ આત્માને જુદો કરવો. પછી મન દ્વારા વચન તથા કાયાના વ્યવહારનો પણ ત્યાગ કરવો.
જ્ઞાને બાંધ્યું મન રહે – જેમ જળ કુંભમાં ભરવાથી તેનું વહેણ અટકે છે તેમ મનનું સંકલ્પવિકલ્પનું વહેણ આત્મજ્ઞાન વડે રોકાય છે. આ મન તો ભલભલા મુનિઓને પણ છેતરી ગયું છે. મર્કટ જેવું ચંચળ, હાથી જેવું મદોન્મત્ત, અશ્વ જેવું વેગીલું, પવનવેગે દોડતા મનને જ્ઞાનીઓએ જ્ઞાન વડે બાંધ્યું છે.
જ્ઞાન કરીને યોજેલું મન જ્યારે શાંત થાય છે ત્યારે તે દેહભાવથી અને વાણીના વ્યાપારથી પણ મુક્ત થાય છે. મન નિરંતર દેહના સુખદુઃખમાં જ આસક્ત રહે છે. દેહભાવથી મુક્ત થવા મનને આત્મભાવમાં જોડવું. જેમ માથામાં દર્દ થતું હોય પણ જો તે વખતે મનને પ્રિય વિષય મળી જાય તો મન તે વિષયમાં રોકાઈ જાય છે ત્યારે માથાનું દર્દ હોવા છતાં મનને તે વખતે સુખ ઊપજે છે. તેમ મનને આત્મજ્ઞાનમાં જોડવાથી અન્ય વિષયથી મુક્ત થાય છે. ત્યાર પછી મૌન દ્વારા વાણીનો વ્યાપાર બંધ કરવો.
જો મન, કાયા અને વાણી સાથે ભળતું નથી તો વિષયો નિરસ બને છે, ત્યાર પછી જે મનાદિ યોગની પ્રવૃત્તિ કરવી પડે છે તેમાં આત્મા ભળતો નથી. જે મન બાહ્યવિષયોમાં અનુરક્ત થઈ ઈનિષ્ટ ભાવ કરતું હતું તે આત્મભાવમાં સમાઈ જવાથી સ્વયં જ્ઞાનસ્વરૂપે અભેદ થાય છે. મન અમન થઈ અંતરાત્મારૂપે રહે છે.
આતમજ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડિ;
તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડી. છંદ-૪૭ આત્મજ્ઞાન વડે વચન અને કાયાની પ્રગતિને છોડીને મન સ્થિર થાય છે, ત્યારે શુદ્ધભાવ પ્રગટે છે. તે શુદ્ધભાવ વડે આત્મગુણનો અનુભવ થાય છે.
આતમ ઝંખે છુટકારો
૧૩૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org