________________
ઇન્દ્રિયોની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આત્મસત્તા દ્વારા ફુરણા પામે છે. સવિશેષ મનના વિકલ્પ દ્વારા ઇન્દ્રિયોને પ્રેરણા મળે છે. એ મન જ જો આત્મજ્ઞાનમાં જોડાય તો ઈન્દ્રિયો, કાયા કે વચનનું બળ હણાઈ જાય છે. એથી જો મન આત્માને વશ વર્તે તો કાયા અને વચનના વ્યાપારની નિવૃત્તિ થાય છે, કારણ કે મનાદિ યોગોની પ્રવૃત્તિ પૂર્વસંસ્કારને વશ થાય છે. તે સર્વે પૌગલિક છે. તેમાં કર્તાભાવનો વિકલ્પ મનમાં ઊઠે છે. તે મન જો આત્મભાવમાં સ્થિર થાય તો “હું કરું હું કરું'નો ભાવ શાંત થાય છે અને શુદ્ધ ભાવના પ્રગટ થાય છે.
મન એ એવું વહેણ છે કે પાણીની જેમ જરા પણ ઢાળ મળે ઊતરી જાય. તે જીવની સરળતાને વૃત્તિનો વેગ આપી વિકૃત કરે છે. પાણીના પરપોટા જેવું, ક્ષણિકતામાં રહેનારા મનને શુદ્ધ આત્મજ્ઞાનમાં, ધ્રુવ અને અચલ એવા દ્રવ્યમાં લઈ જવું દુર્લભ છે. છતાં યોગીઓ તેને જ્ઞાન વડે બાંધી શક્યા છે. મન જ્ઞાન સાથે જોડાય ત્યારે ઇન્દ્રિયો, દેહ અને વચન પાંગળાં બની જાય છે. તેમના વ્યાપાર નિરસ બને છે. તેથી તેમની પ્રવૃત્તિ પણ શાંત થાય છે. ત્યારે જે આત્મામાં અનંતશક્તિ સત્તામાં રહી હતી તે પ્રગટ થાય છે. દેહભાવની દીવાલો ત્યારે તૂટે છે, અને આત્મા પૂર્ણ શાંતિ અનુભવે છે.
जगदेहात्मदृष्टिनां, विश्वास्यं रम्यमेव वा।
स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वासः क्व वा रतिः ॥४९॥ દેહાતમધી જગતમાં કરે રતિ વિશ્વાસ, નિજમાં આતમદષ્ટિને ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? ૪૯
અર્થ: દેહાત્મદષ્ટિવાળાને જગતમાં વિશ્વાસ કરવા જેવું લાગે છે અને તેમાં રમણીયતા ભાસે છે. પરંતુ જેને સ્વાત્મબુદ્ધિ છે તેવા દૃષ્ટિવંતને આ જગત વિશ્વાસ કરવા જેવું કે પ્રીતિ કરવા જેવું ક્યાંથી લાગે ?
બહિરાત્માને આ જગતનાં મોહિનીમય દશ્યોમાં અને પદાર્થોમાં
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www ૧૩૯
www.jainelibrary.org