________________
એવા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
સુવર્ણ અને માટી, મેલ અને વસ્ત્ર, દૂધ અને પાણી સ્વભાવે ભિન્ન છે તેથી તેને યોગ્ય ઉપાય વડે જુદા પાડી શકાય છે. તેમ આત્મા અને અનાત્મા સ્વભાવે ભિન્ન, લક્ષણે ભિન્ન, અવસ્થાએ ભિન્ન હોવાથી જુદાં પાડી શકાય છે. વાસ્તવમાં ભિન્ન જ છે. પરંતુ દેહ સાથે એકક્ષેત્રીપણું હોવાથી જીવને એકત્વનો ભ્રમ પેદા થયો છે. તે ભ્રમ પ્રજ્ઞા વડે દૂર થાય છે.
ભેદજ્ઞાન થતાં જ્ઞાની આત્માને શરીરાદિથી ભિન્ન જાણી સ્વરૂપના સુખને અનુભવે છે. પરપદાર્થના સ્મરણમાત્રથી મન ચંચળ થાય છે. માટે જ્ઞાની હંમેશાં ભેદજ્ઞાનની ઉચ્ચ ભાવના વડે પોતે સર્વ પદાર્થથી ભિન્ન છે તેનું નિરંતર સ્મરણ રાખે છે.
ઘર, પરિવાર, સ્વજન, દેશ, જ્ઞાતિ વગેરે તથા મન, વચન કાયાના યોગોના નિમિત્તે ઊઠતા ભાવોને, રાગાદિ પરિણામને સંકલ્પવિકલ્પથી પોતાને ભિન્ન જાણી જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે છે.
હજી દશા અપૂર્ણ હોવાથી જ્ઞાનીના બોધના નિમિત્તથી પોતાના સ્વરૂપ સન્મુખ થાય છે, ત્યારે સર્વ દેહાદિ પ્રકારોથી પોતાને ભિન્ન સ્વીકારે છે, પોતે અનંત જ્ઞાન-દર્શન આદિ આત્મગુણોનો સ્વામી છે. પરમાત્મસ્વરૂપ તે જ હું છું તેવી ભાવના કરે છે.
અનાદિકાલીન ઘાતીકર્મના ડુંગરો સ્વરૂપની વચ્ચે અવરોધ પેદા કરતા હતા તેને ભેદજ્ઞાનની સુરંગ લગાડીને ચૂરેચૂરા કરી દીધા છે તેવો ભેદજ્ઞાની સર્વ વિકલ્પની જાળને જંજાળ સમજી દૂર કરી આત્મજ્ઞાન દ્વારા નિરંતર આત્માનું ધ્યાન કરે છે. ભેદજ્ઞાનીનાં તપવ્રત સર્વે આ ધ્યાનમાં સમાઈ જાય છે.
પ્રથમ તો જીવને શુદ્ધાત્મામાં રુચિ થાય છે ત્યારે તેને તેવા શુભયોગો મળે છે. ત્યાર પછી તેને શાસ્ત્રયોગ અને તેનો બોધ પ્રાપ્ત થાય છે, જેથી આત્મભાવના દૃઢ થતી જાય છે. જ્ઞાની પુરુષની નિશ્રા મળી જતાં પોતાનો પુરુષાર્થ ઊપડે છે ત્યારે સ્વયં જ્ઞાનદશા
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
303 www.jainelibrary.org