________________
પ્રગટ થાય છે. દુર્લભ, દુર્ગમ અને દુસ્તર એવું ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
આ ભેદજ્ઞાનનું કાર્ય શું ? આ ભેદજ્ઞાન તે જીવ અને જડની ભિન્નતાનું જ્ઞાન છે. દેહ અને આત્માની ભિન્નતાનું ભાન છે. દ્રવ્યકર્મ ભાવકર્મ આદિ વિભાવથી ભિન્નતાનું ભાન છે.
સદ્ગુરુ દ્વારા અંતરમાં સદ્ધોધની રુચિ થતાં જડ અને ચૈતન્યને તદ્દન ભિન્નરૂપે જાણવાની જાગૃતિ તે ભેદજ્ઞાન. શરીરની ક્રિયા સમયે પોતાને શરીરમય થવા ન દે. વચનયોગ વખતે વચનનો કર્તા થવા ન દે. મનના વિકલ્પ સાથે એકત્વ ન થતાં ભિન્નપણે એ સર્વ ક્રિયા જાણે પરંતુ એકરૂપ ન થાય તે ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન વડે સાચી સંવર અને નિર્જરા થાય છે. પરિણામે સર્વ કર્મોનો ક્ષય થતાં મોક્ષરૂપ આત્મા પ્રગટ થાય છે. મોક્ષનું અનન્ય કારણ આ ભેદજ્ઞાન છે. માટે તેને નિરંતર પ્રયોગો દ્વારા આરાધવું, પ્રગટ કરવું, ભેદજ્ઞાન એ આ સૃષ્ટિની રચનાના જડ અને ચેતન પદાર્થોનું ભિન્નપણું સાક્ષાત્ આત્મસાત્ થાય તેવું રહસ્ય છે. માનવને તેવા નિયમને આધીન રહેવું પડે છે. કોઈ વિરલ જીવ આ ગૂઢ રહસ્ય પામે છે.
ધૂળના ઢગલાને વાયુ રજકણમાં ફેરવી દે છે. ગરમી દ્વારા ચાંદીમાંથી મેલ જુદો થતાં ચાંદી શુદ્ધ ધાતુ બને છે. જળ વડે વસ્ત્ર-પાત્રનો મેલ જુદો પડે છે. રવૈયો છાશ અને માખણ જુદાં પાડે છે.
તેમ ભાઈ તારી પાસે નિર્મળતા હોય, પ્રજ્ઞા હોય કે તત્ત્વદષ્ટિ હોય તો તે વિભાવ-આશ્રવ-પરભાવથી છૂટો થઈ સ્વભાવમાં આવી શકે. ઉપરના પદાર્થો પણ સાધન અને ઉપાય વડે છૂટા પડે છે. તેમ તું તારા પોતાના જ અંતરંગ સાધન નિર્મળતા કે પ્રજ્ઞા વડે પરભાવ આદિથી ભેદજ્ઞાન કરી શકે છે. આત્મા અને દેહના મમત્વરૂપ એકત્વથી છૂટા પડવું તે ભેદજ્ઞાન છે.
૩૦૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org