________________
અન્ય પદાર્થોમાં સ્વપણાનું ભાન રાખવાથી મન આત્માથી વિમુખ બને છે, સ્વજન, કુટુંબ, પરિવાર, ઘર, ક્ષેત્ર, વ્યાપાર, સગાં, સ્નેહી તે સૌના સંબંધો વિકલ્પની જાળ ઊભી કરે છે. જીવ તેમાં ફસાય છે. તે તે પદાર્થોનો કર્તા બને છે. આવી દશામાં જો કોઈ સદ્બોધ દ્વારા ભેદજ્ઞાનનું રહસ્ય સમજાઈ જાય કે હું શુદ્ધ ચિત્તૂપ આત્મા છું. અન્ય કંઈ પણ મારું થઈ શકે તેમ નથી. જે મારું છે તેને જો આરાધું તો મને મારું અવ્યાબાધ સુખ મળે તેમ છે. ભેદશાની જગતના પદાર્થોમાંથી આવું રહસ્ય શોધે છે. અને પછી ઉપાય યોજે છે.
ભેદજ્ઞાન વજ્ર જેવું છે. કર્મર્સમૂહને છેદવા તે સમર્થ છે. મોહની જાજ્વલ્યમાન ગુફાને પણ તે ભેદી શકે છે. જગતમાં જીવો મોહવશ સાંસારિક પદાર્થોમાં મૂંઝાઈ જાય છે. પુણ્યયોગથી પોતાને સુખી માને છે, જાણે આ ભવ એ સુખમાં સફળ થયો માને છે, મોહનું કામ જીવને પરપદાર્થોમાં રોકવાનું છે, પરંતુ જ્યારે સદ્ગુરુ પાસેથી ભેદજ્ઞાનની ચાવી મળે છે, ત્યારે જીવની દશા કંઈ ઓર થાય છે. એ ભેદજ્ઞાન એ જ આત્મજ્ઞાનની ઉષા છે. જે મોહરૂપી રાત્રિના અંધકારને હણે છે. અને વીતરાગસ્વરૂપે પ્રગટ થાય છે.
અનાદિથી આજ સુધી સંસારની દીર્થ યાત્રા અવળી મતિથી થઈ છે. ભેદ પાડવાનો છે ત્યાં દેહાદિ, વિભાવ સાથે અભેદરૂપે વર્તે છે, અને જ્યાં સ્વરૂપ સાથે પરિણામનો અભેદ જરૂરી છે ત્યાં ભેદરૂપે વર્તે છે, જો આવી અવળી ચાલ બદલી સવળી કરે તો આ ભેદજ્ઞાન અગ્નિરૂપે થઈ કર્મોના ઈંધણને બાળીને ખતમ કરી
દેશે.
જેમ સંસારના વ્યવહારમાં સાચા હીરાની દુકાનો ઓછી હોય કારણ કે તે મૂલ્યવાન વસ્તુ છે, તેમ ભેદજ્ઞાનીની સંખ્યા જનસમૂહમાં અતિ અલ્પ હોય તોપણ તે વસ્તુ જગતમાં છે. તે જ તેનું મૂલ્ય છે. પરમતત્ત્વનો વિશ્વાસ પણ એ જ વ્યક્તિઓ પાસેથી મળે છે.
સામાન્યપણે વિપરીત શ્રદ્ધા જીવની તિને અવળે માર્ગે લઈ જાય છે. સ્વમાં એકત્વબુદ્ધિ કરવાને બદલે પરમાં એકત્વબુદ્ધિ થઈ
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૩૦૫ www.jainelibrary.org