________________
છે. પરથી છૂટા પડવાનું છે. તે પ્રયોગમાં અઘરું એટલા માટે લાગે છે કે દીર્ઘકાળથી પરમાં કર્તાભાવ કર્યો છે, પોતે જાણનારો જુદો છે તેવો ભાવ કર્યો નથી. પોતાના અંતરમાં એ ભાવ કરીને સ્વ પ્રત્યે વળવાનું છે.
પરમાર્થમાર્ગના સાધકે પ્રારંભમાં જ જ્ઞાતાનું લક્ષ્ય કરવું, તેમાં ટકવા માટે શાસ્ત્રાદિનો મહાવરો રાખવો, સદ્ગુરુનાં વચનને હૃદયપૂર્વક ધારણ કરવા. અને નિરંતર આત્મસન્મુખ રહેવાનો પુરુષાર્થ કરવો. કારણ કે અનાદિકાળથી જીવ આસવ સાથે એકમેક થયેલો છે. આશ્રવ અને સ્વભાવનો ભેદ કર્યો નથી. તેથી આકુળતા જ પામ્યો છે. માટે નિરાકુળ એવા શુદ્ધાત્માને ભાવવો.
પરપદાર્થ સાથેનું તાદાભ્યપણું તે આસવનું મૂળ છે. સર્વ વિભાવનું મૂળ પણ આસ્રવ જ છે. બુદ્ધિથી તત્ત્વ ગ્રહણ કર્યું હોય પણ જો આ એકત્વ ન તૂટે તો ભેદજ્ઞાન થાય નહિ. એક વાર રાગાદિથી છૂટો પડે તો અને અખંડ દ્રવ્યનું લક્ષ્ય કરે તો ચૈતન્યમાં રહેલી શુદ્ધ પર્યાયો પ્રગટ થાય પરંતુ એકાંતે માની લે કે હું સ્વભાવે શુદ્ધ છું મારે કંઈ કરવાનું રહેતું નથી. તેને ભેદજ્ઞાન થતું નથી. વર્તમાન અવસ્થાની અપૂર્ણતાને સ્વીકારે, સાથે અખંડ દ્રવ્ય પર દૃષ્ટિ-લક્ષ્ય કરે અને પુરુષાર્થ ઉપાડે તો સાધકદશા વૃદ્ધિ પામે અને ત્યાર પછી વીતરાગદશા પ્રગટે. - સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરે તો તત્ત્વનો નિર્ણય થાય. ભલે પ્રથમ શાસ્ત્ર દ્વારા તત્ત્વનો નિર્ણય કરે, પરંતુ પછી એકાંતે બેસી તેના વિશે ઊંડું ચિંતન કરે. જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના કરે, પછી તેનું માહાસ્ય આવે. હું તો આવું શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છું. આવું સ્વરૂપ સ્થૂલ ઉપયોગમાં ન આવે માટે સૂક્ષ્મ ઉપયોગ કરી ચિંતન કરવું, તેવું વાચન વગેરે કરવાં, બહારના પદાર્થો સાથે જેટલું તાદામ્ય ઘટે તેટલો ઉપયોગ સૂક્ષમ બને.
દ્રવ્યદૃષ્ટિના બળના આધારે પ્રયોગ કરે તો ભેદજ્ઞાન થાય. ભલે ગૃહસ્થ હો પરંતુ તારે પરમાર્થમાર્ગે જવું છે તો નિવૃત્તિ લઈ પ્રયોગ કરે તો અભ્યાસ થાય. તે અભ્યાસમાં તેને જણાય કે રાગાદિમાં
૩૦૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org