________________
મને ઐક્ય થાય છે, ત્યારે જ તેને અંદરથી ફુરણા થવી જોઈએ કે હું રાગરૂપ નથી રાગને જાણનારો છું, કરનારો નથી. કારણ કે રાગાદિ ભાવ તો કર્મઆધારિત અને આકુળતાવાળા છે. હું તો નિરાકુળ છું.
આવો પ્રયોગ સ્નાન સમયે આવે કે સ્નાન કરું છું તે શરીરથી જુદો છું, તેમાં મને સુખ શું હોય ? તે પ્રમાણે ભોજન સમયે પેલી પ્રયોગની વિચારધારા ચાલવી જોઈએ કે આ શરીરથી, આહારથી હું જુદો છું. પછી મને આ ક્રિયામાં ગમોઅણગમો થાય છે તે કલ્પના છે. આ આહાર જે ઉદરમાં પડે છે, તે કંઈ મારો આત્મા નથી. તેથી હું જુદો છું. અન્ય પ્રકારો અને પ્રસંગોમાં પણ પુરુષાર્થની નબળાઈ હોવાથી રાગાદિ આવે ત્યારે પણ પેલી વિચારધારાથી પ્રયોગ કરે કે હું આવા વિભાવરૂપ કે રાગાદિથી છૂટો છું. વિભાવ મને ભવભ્રમણ કરાવનારા છે અને હું તો વીતરાગસ્વરૂપ છું.
શરીરમાં રોગ થાય તેની પીડા થાય ત્યારે પણ આ વિચારધારા ટકે તો રોગાદિમાં આકુળતા ન કરે અને શાંતિથી પોતે જુદાપણાનો ભાવ કરે, પ્રારંભમાં કઠણ લાગશે પરંતુ અભ્યાસથી અને ગુરુગમથી ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો.
ધર્મઅનુષ્ઠાન વખતે પણ તારી પરિણતિ ક્યાં છે તેને સૂક્ષ્મપણે જાણવું. અશુભભાવથી છૂટે ત્યારે શુભભાવનો વિકલ્પ ટકે છે, ત્યારે કષાયોની મંદતાથી એમ લાગે કે હું શાંતિ અનુભવું છું, પણ તે આત્મશાંતિ નથી. કષાયોની મંદતામાં જણાતી શાંતિ નિર્વિકલ્પદશા નથી. પરપદાર્થો સાથેનું તાદાભ્ય તૂટે, અને પોતે સર્વથી જુદો છે, જાણનારો છે તે ભાવ ટકે તો સત્યનું જ્ઞાન થાય અને મિથ્યાભાવ ટળે. ત્યારે આત્મશાંતિનું ભાવભાસન થાય. ભેદજ્ઞાનની ભાવના :
આ દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી. અજ્ઞાનથી ઊપજતા રાગાદિભાવ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન વીતરાગસ્વરૂપ છું. કર્મોને આધીન મારો આત્મા નથી. હું સર્વ કર્મોને જાણનાર
સમાધિશતક
300
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org