________________
અને છેદનાર છું. અર્થાત્ સર્વ અન્યભાવથી હું રહિત છું. વ્યવહારિક પ્રકારો અને પ્રસંગો એ નિમિત્તો છે. હું તેનાથી ન્યારો છું એમ ભાવના કરવી.
સર્વ દ્રવ્યથી અસંગ છું, એક છું, અનન્ય છું. સર્વ ક્ષેત્રથી હું અસંગ છું, મુક્ત છું. સર્વ કાળથી અબાધિત છું. સર્વ અન્ય ભાવથી રહિત સ્વભાવયુક્ત છું. જન્મમરણ જેવાં કંધોથી મુક્ત છું. હર્ષ, શોક, માન-અપમાનનો મારામાં અભાવ છે. આકાશ જેવો નિર્લેપ છતાં શુદ્ધ ચૈતન્ય છું.
અર્થાત્ સર્વ પ્રકારે સર્વથી ભિન્ન છું. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ છું. માત્ર સ્વસંવેદ્યયુક્ત છું. માટે નિજસ્વરૂપમાં જ રહ્યું. જેને હવે અન્ય કંઈ પ્રયોજન નથી તેવા ભેદજ્ઞાની પુરુષે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે અખંડ વૃત્તિએ નિરંતર આ ભેદજ્ઞાનની ભાવના અને પ્રયોગ કરવા. જેથી સર્વ કર્મોના, દુઃખોના ક્ષય કરનારું આત્મજ્ઞાન પ્રગટ થાય.
અનાદિના અંધકારને ઉલેચવા માટે આ ભેદજ્ઞાન એ પ્રકાશ છે. ત્યાર પછી સ્વાનુભૂતિ થાય છે, જે શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન કરાવનારો દીપક છે. અરે દિવ્ય નેત્રો છે. અને દિવ્ય વિચાર છે. જેમાં કેવળ આત્મસ્વરૂપનો ચળકાટ જ ઝબકારા મારે છે. અંતે પૂર્ણસ્વરૂપે પ્રકટ થઈ જ્ઞાની કૃતકૃત્ય થાય છે.
ભેદજ્ઞાન માટે સાધકે પ્રથમ બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો છે. કે હું જ્ઞાતા છું, ત્યાર પછી અંતરમાં શ્રદ્ધા થાય કે હું જ્ઞાતા છું, આમ બુદ્ધિના નિર્ણય પછી શ્રદ્ધા દ્વારા જ્ઞાતાભાવને ગ્રહણ કરી જો પુરુષાર્થ ઉપાડે તો જ્ઞાતા મૂળ સ્વભાવે ગ્રહણ થાય છે, જ્યાં સ્વભાવ ગ્રહણ થયો કે આત્મા નિરામય શાંતિ પામે છે. આ પ્રકારની શાંતિના વરદાનનું મૂળ ભેદજ્ઞાન છે. પ્રથમ વિભાવ અને સ્વભાવને
૩૦૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org