________________
સમજીને વિભાવથી ભિન્ન છું તેવો અભ્યાસ હોય છે. અભ્યાસને પરિણામે સ્વભાવ પ્રગટ થતાં ભેદજ્ઞાન સહજ વર્તે છે. હજી અધૂરી દશા હોવાથી ઉપયોગ ચંચળ બને, અનેક તરંગો ઊઠે, તો પણ ભેદજ્ઞાનના પ્રભાવે આત્મા ન્યારો રહી શકે છે. ભેદજ્ઞાનની સહજતામાં આત્માને સ્વાનુભૂતિ થાય છે. માટે પુનઃ પુનઃ ભેદજ્ઞાનની ભાવના કરવી.
જીવની જ્યાં રુચિ થાય છે ત્યાં બુદ્ધિ સ્થિર થાય છે. એ રુચિ એવી પ્રબળ હોય કે જીવને ઊઠતા-બેસતાં, ખાતાં-પીતાં એક જ લગની લાગે કે મારે એક આત્મા જ ઉપાદેય છે. પછી તેના પરિણામની થોડી અલ્પાધિકતા થાય પરંતુ પરિણતિનું જોર દ્રવ્ય ઉપર લાગ્યું રહે છે. તેમાં તેને શાસ્ત્રબોધ કે સદ્ગુરુનો યોગ મળે છે એટલે ભાવના વધુ દૃઢ થાય છે. પછી જેમ જેમ વિભાવથી છૂટો પડી સ્વભાવ પ્રત્યે વળે છે તેમ તેમ ભેદજ્ઞાનની ધારા વૃદ્ધિ પામી સહજપણે વર્તે છે. આ ભેદજ્ઞાન આત્મજ્ઞાનની પૂર્ણતા સુધી ધારાવાહી હોય છે. માટે ભેદજ્ઞાનની ભાવનાને દઢ કરવી.
ભેદજ્ઞાન એ જ ચમત્કૃતિ છે. બીજા ચમત્કારો પૌગલિક છે. જે સંસારની વૃદ્ધિનું કારણ છે. અશુભથી છૂટે છે તેનું કારણ પણ તત્ત્વદૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિ થતાં જીવને અશુભભાવ ક્યાંથી ઊપજ ? પૂર્વસંસ્કારે ઊપજે તોપણ તેમાં એકત્વ ન થાય. જે તત્ત્વદૃષ્ટિથી અશુભ છૂટે છે તે શુભમાં રોકાતો નથી. શુભનો સઉપયોગ થઈ તે પણ સહજ છૂટે છે અને જીવ શુભાશુભ બંને આશ્રવથી મુક્ત થઈ શુદ્ધસ્વરૂપને પામે છે તેના મૂળમાં ભેદજ્ઞાન છે માટે તેની દૃઢ ભાવના કરવી.
IT I
સમાધિશતક
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org