________________
તું માનવ તરીકે જન્મ્યો પણ અવિદ્યાથી ઘેરાયેલો અન્ન દ્વારા, મન દ્વારા, ધન દ્વારા કે માન દ્વારા બહાર સુખ શોધતો રહ્યો અને ભ્રાંતિમાં સમય ગાળ્યો. એમાં આત્મધન લૂંટાતું રહ્યું અર્થાત્ આત્માના આનંદની પ્રાપ્તિ થાય એવાં સાધન મળ્યાં પણ શરીરમાં સુખ છે તેની ભ્રાંતિ ઘણી પુરાણી થઈ છે, તારે સાચા સુખની શોધ માટે આત્માના લોકમાં ડૂબકી મારવી પડશે. તે માટે ભ્રાંતિનું કે માયાનું આ વિષનું વમન કરી નાંખ; તો તારામાં રહેલો પ્રકાશ ઝળહળી ઊઠશે.
એક વાર તું આત્મભાન કરી લે અને વાણીને તું તારી માને છે તે ભ્રાંતિનો ત્યાગ કર. તું જેમ દેહ નથી તેમ વાણી પણ નથી. તું જે કંઈ બોલે છે તે તારા વિકલ્પો છે. વિકલ્પ દ્વારા ભાષાવર્ગણાના પરપુદ્ગલો ગ્રહણ કરે છે તે શબ્દરૂપે પરિણમી શબ્દરૂપે પ્રગટ થઈ શબ્દમાં ભળી જાય છે. તેમાં તું ક્યાં હતો ? તું કેવળ શબ્દરૂપ હું છું, માટે બોલી શકું છું એવા વિકલ્પો કરનાર છું. શબ્દમાં સમાય એવો તું નથી.
વચનાતીત એવા આત્મસ્વરૂપને જાણનાર ભ્રાંતિરહિત આત્મા વાણી કે દેહને આત્મરૂપે ન માનતાં તેનો માધ્યસ્થ ભાવે વ્યવહાર કરી મુક્ત રહે છે. તેઓ સદાયે નિરંજન છે, ભ્રાંતિરહિત શાંતિસ્વરૂપ છે. તેમનાં વચનાદિ સૌ લય પામે છે. તે સદાય સર્વથી ભિન્ન સ્વરૂપે છે.
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमङ्करमात्मनः । तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥ ५५ ॥ ઇન્દ્રિયવિષયે જીવને કાંઈ ન ક્ષેમસ્વરૂપ; છતાં અવિદ્યાભાવથી રમણ કરે ત્યાં મૂઢ.
૫૫
અર્થ : પંચેન્દ્રિયના વિષયમાં આત્માને ક્ષેમંકર કંઈ જ નથી છતાં બાલ એવો અજ્ઞાન જીવ તેમાં જ રમે છે.
પ્રાપ્ત વિષયોમાં સુખ ભોગવી લેવામાં વાસ્તવિકપણે આત્માને
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧ www.jainelibrary.org