________________
અભિલાષાઓ જાગે છે તો તે પણ આત્મા માટે જ અર્થાત્ સાધકે જે કંઈ કરવું પડે તે આત્મા માટે.
જેમ મેળામાં ગયેલું બાળક માની આંગળીથી વિખૂટું પડી જાય. ત્યારે તેને કોઈ ગમે તેવી લાલચ આપે ત્યારે પણ બાળક એક જ વાત પોકારે છે, “મારી મા' તેમ પરમાર્થનો સાચો અભિલાષી એક જ શબ્દ પોકારે છે – “શુદ્ધાત્મા'.
શુદ્ધાત્માનું એક લક્ષ્ય જ એવું છે કે અવિદ્યાનો છેદ ઉડાવી શકે. અવિદ્યાના સંસ્કાર ઊંડા પડેલા છે. આત્માના પ્રદેશની આડે અંતરાય બનીને રહ્યા છે. માટે સર્વ પ્રકારે સત્પુરુષાર્થ કરીને આત્માને જ ધારણ કરવો. તેનું નિરંતર ધ્યાન કરવું.
આત્મા કંઈ દૂરનું તત્ત્વ કે દુર્ગમ તત્ત્વ નથી. આત્માને માટે સમીપવર્તી આત્મા છે. તે સ્વરૂપમય હોવાથી સરળ છે. એક ક્ષણ માટે અળગો થતો નથી માટે સર્વત્ર છે, અને જ્ઞાન વડે અનુભવમાં આવે તેવો સુગમ છે. આવા આત્માનું ધ્યાન સદ્દગુરુઅનુગ્રહ થાય છે. માટે તેનું જ કથન, મનન અને ધ્યાન કરવું. સ્થિર ચિત્ત વડે આત્માનું ધ્યાન કરો, તે સિવાયના વાણીવિલાસને ત્યજી દેવા.
शरीरे वाचि चात्मानं, संधत्ते वाक्शरीरयोः ।
भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्व, पृथगेषांनिबुध्यते ॥५४॥ વચ-કાયે જીવ માનતો, વચ-તનમાં જે બ્રાન્ત; તત્ત્વ પૃથક્ છે તેમનું-જાણે જીવ નિર્ધાન્ત. ૫૪
અર્થ : વાણી અને શરીરને જે આત્મારૂપે જાણે છે, તે બ્રાંત છે. અને જે અભ્રાન્ત છે તે વાણી અને શરીરથી આત્માને પૃથ> જાણે છે.
જેને આત્મભ્રાંતિનો રોગ લાગુ પડ્યો છે તે વળીવળીને આત્માથી ભિન્ન એવી વાણી અને શરીરને આત્મારૂપ માને છે. તેથી તેનો દિવસરાતનો વ્યવહાર પણ દેહજનિત હોય છે. વાણી કે દેહથી તે જુદો છે તેવું ક્ષણભર જો ભાન થાય તો તેને આત્મવૈભવનું માહાભ્ય સમજાય.
૧૫૦ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org