________________
સ્વરૂપ છે તેમાં જ ઉપયોગની સ્થિરતા વર્તમાન અવસ્થા-પર્યાયનું આત્મામાં રમણ થવું તે છે. આવી દશા સ્થિરતા વગર પ્રાપ્ત થતી નથી.
નિગ્રંથ : જેના રાગદ્વેષની નિબિડ-ગાઢ ગ્રંથિ છેદાઈ છે તે નિગ્રંથ છે.
નિગ્રંથ સાધુના બે પ્રકાર છે : દ્રવ્યલિંગી અને ભાવલિંગી.
દ્રવ્યલિંગી દ્રવ્યનિગ્રંથ છે; ભાવલિંગી ભાવનિગ્રંથ છે. બાહ્યવેષ વ્યવહારે ધારણ કર્યો છે પરંતુ જેણે આત્માને સમ્યપ્રકારે જાણ્યો નથી તે દ્રવ્યનિગ્રંથ છે. જેનામાં રાગદ્વેષ શમીને સમ્યક્ત્વગુણ પ્રગટ થયો નથી, આત્મભાવની રમણતારૂપ જેની દશા નથી તે દ્રવ્યલિંગી નિગ્રંથ છે. એવું દ્રવ્યલિંગીપણું તો પૂર્વે અનેક વાર ધારણ કર્યું પણ મુક્તિ ન થઈ.
ભાવલિંગી ઃ જેનો બાહ્યવેષ સાધુનો છે, અંતરંગ પણ ભાવસાધુતાથી ભરપૂર છે, આત્મસ્વરૂપનો જ્ઞાતા છે, બાહ્ય પ્રપંચોથી, લોકપ્રશંસાથી, માનાદિ સત્કારથી જે વિમુખ છે અને એક આત્મસ્વરૂપ અર્થે જ જેની ચર્યા છે તે ભાવનિગ્રંથ છે. અપ્રમત્તદશામાં ઝૂલતા મુનિ નિશ્ચયનયે ભાવલિંગી છે. જે મુનિ દેહાદિક બાહ્ય-અત્યંતર પરિગ્રહ અને માન-સત્કારાદિથી રહિત છે, સ્વાત્મામાં મગ્ન છે તે ભાવલિંગી છે. તે પરભાવ અને પારદ્રવ્યના મમત્વરહિત છે. અર્થાત્ સર્વ આલંબન ત્યજી સ્વાત્મામાં સ્થિર રહે છે તે ક્રમે કરીને મુક્ત થાય છે.
આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જો વસ્તુ પ્રકાશ, આનંદઘન મત સંગી રે.
આત્મજ્ઞાનમય જેની દશા છે તે ભાવલિંગી છે, અને તે સિવાય બાહ્યવેષધારી દ્રવ્યલિંગી છે. શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જેણે જાણ્યું છે, અને અવિરોધીપણે જણાવ્યું છે એ આનંદઘનસ્વરૂપ આત્માના મતે અર્થાત્ આત્મસ્વરૂપી છે.
નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છેડો રે; ભાવ અધ્યાત્મ સ્તવના જાણી, તો તેહ શું રઢ મંડો રે.
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only