________________
જેમ નામ, સ્થાપના કે દ્રવ્યથી કહેવાતું અધ્યાત્મ ત્યજવા જેવું છે, તેમ નામમાત્રથી કહેવાતી સાધુતા, વેશથી કહેવાતી સાધુતા, જ્ઞાનરહિત દ્રવ્યસાધુતા આત્મસાધકે ત્યજવાયોગ્ય છે, અને ભાવઅધ્યાત્મને જાણીને એક તે ભાવની વૃદ્ધિ કરવાની છે. તેમ ભાવસાધુતા જ પરમાર્થનું કારણ છે. ભ્રમર જેમ પરાગમાં મગ્ન થઈ રહે છે તેમ ભાવસાધુ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે.
ભોગજ્ઞાન ક્યું બાલકો બાહ્યજ્ઞાન કી દૌર; તરુણ ભોગ અનુભવ જીસ્યો, મગનભાવ કછુ ઔર. છંદ-૩
અર્થ : યુવાનકાળના ભોગ-સુખનું જ્ઞાન જેમ બાળકને હોતું નથી તેમ બાહ્યજ્ઞાનીને (શાસ્ત્રજ્ઞાનની સ્મૃતિવાળાને) આત્મજ્ઞાનની મગ્નતાનું સુખ સમજાતું નથી. તે સુખ તો આત્મજ્ઞાનના અનુભવીને જ સમજાય છે.
નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કુણ જાણે નર-નારી રે.
જેમ કુંવારી કન્યા પતિના સુખને જાણતી નથી તેમ અજ્ઞાનીને જ્ઞાનીની આત્મરમણતાનું સુખ સ્પર્શી શકતું નથી.
અંધ માનવને દશ્ય જગત જણાતું નથી, બધિર માનવને ગીત સંગીતનું સુખ નથી, રોગીને આહારના પદાર્થનું સુખ મળતું નથી
તેમ અજ્ઞાનીને પરમસુખ અને શાંતિસ્વરૂપ સ્વાત્માનું સુખ અનભવમાં આવતું નથી. નિજ સ્વરૂપમાં જેની રમણતા છે તે આત્મજ્ઞાની સ્વાત્મામાં સુખને અનુભવે છે.
बहिरन्तः परश्चेति, त्रिधात्मा सर्व देहिषु ।
उपेयात्तत्र परमं, मध्योपायाद्वाहिस्त्यजेत् ॥ ४ ॥ આત્મ ત્રિધા સૌ દહીમાં-બાહ્યાંતર-પરમાત્મ; મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. ૪ અર્થ : સર્વજ્ઞ પરમાત્માએ સમસ્ત વિશ્વના દેહધારી જીવોની
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org