________________
સરસ્વતીને પ્રણામ કરે છે.
ज्ञानादि गुण युतानां नित्य स्वाध्याय संयम रतानाम्, विदधातु भुवन देवी, शिवं सदा सर्व साधुनाम् ।।
અર્થ : હે સરસ્વતી દેવી ! જ્ઞાનાદિ ગુણ યુક્ત નિત્ય સ્વાધ્યાય તપમાં આસક્ત એવા સાધુજનોનું સદા કલ્યાણ કરો.
कमलदल विपुल नयना कमलमुखी कमलगर्भसम गौरी, कमले स्थिता भगवती ददातु श्रुतदेवता सिद्धिम् ।।
અર્થ : કમળના પત્ર જેવાં વિસ્તર્ણ નેત્રોવાળી, કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભ જેવા ગૌરવર્ણવાળી અને કમળને વિશે રહેલી ભગવતી શ્રુતદેવતા સિદ્ધિ આપો.
શ્રુતજ્ઞાન જિનવાણી છે. તેથી પ્રથમ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરી, જિનના વચનને પ્રમાણિત માની, જગતને દુઃખથી નિવારનાર બંધુ સમાન જિનેશ્વરને નમસ્કાર કરીને માત્ર આત્મબોધ પ્રાપ્ત થાય તેવી રચના કરીશ.
આત્મબોધ : જગતના પ્રપંચરહિત, કર્મમલના આવરણરહિત એવું જે શુદ્ધ આત્મસ્વરૂપ છે, કે જેનું જીવને વિસ્મરણ થયું છે તે સ્વરૂપની પ્રાપ્તિ માટે જેનાથી આત્મબોધ પ્રાપ્ત થાય તેવું આત્મજ્ઞાન કહીશ, જે આત્મજ્ઞાન પામીને આત્માર્થી આ નિસાર અને ક્લેશજનિત સંસારથી મુક્ત થાય. વળી, તે જીવો આત્મબોધ વડે આરંભ, પરિગ્રહની મૂર્છાથી અનાસક્ત થઈ સ્વરૂપમાં સ્થિરતા પામે.
કેવલ આત્મબોધ હૈ, પરમારથ શિવપંથ; તામે જીનકુ મગ્નતા, સોઈ ભાવ નિર્ગથ. છંદ-૨
અર્થ : આત્મજ્ઞાન જ પરમાર્થમાર્ગનું સાધન છે, અને તેમાં જ જે નિમગ્ન છે તે ભાવસાધુ-નિગ્રંથ જાણવા.
ભાવાર્થ : ભગવાન મહાવીરના વીતરાગનું શાસન શ્રમણ સંસ્કૃતિની પ્રધાનતાવાળું છે. વળી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધકને ઘણી જાગૃતિ અને શુદ્ધિ આવશ્યક છે. સાંસારિક જીવનમાં ડૂબેલા જીવો આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. આત્મજ્ઞાન અર્થાત્ આત્માનું જે
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org