________________
આશ્રયે, દેહથી ભિન્ન એવા લક્ષણવાળા આત્માને શુદ્ધમતિ દ્વારા તથા અનુભવ વડે કહીશ.
શ્રુતજ્ઞાન = સદ્ભુત, સર્વજ્ઞ ભગવાને પૂર્ણજ્ઞાનમાં જગતના સ્વરૂપને જાણી પ્રદર્શિત કર્યું છે, તે સિદ્ધાંતથી આત્મસ્વરૂપને કહે છે.
લિંગ = લક્ષણ, આત્મસ્વરૂપ કેવું છે ? આત્મા દેહથી ભિન્ન લક્ષણવાળો છે, એક ક્ષેત્રમાં રહેલા બંને પદાર્થો સ્વરૂપથી તલવાર અને મ્યાનની જેમ ભિન્ન છે.
શરીર જડ સ્વભાવવાળું, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી પુદ્ગલ છે. આત્મા જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો છે. શરીર અને આત્મા તલ ને તેલની જેમ, અગ્નિ અને લોઢાની જેમ એક ક્ષેત્રે હોવા છતાં લક્ષણથી ભિન્ન છે.
આવા શુદ્ધસ્વરૂપ આત્માને ગ્રંથકાર, શાસ્ત્રના આધારે તથા સ્વાનુભવ વડે કહે છે, કે હે આત્માર્થીજનો ! સર્વકર્મરહિત જે નિર્મળ શાશ્વત સુખ છે તેમની તમને સ્પૃહા છે, તેથી તમને પાત્ર ગણી આત્મસ્વરૂપ કહું છું.
શાશ્વત સુખની સ્પૃહાવાળો આત્માર્થી પાંચ ઇંદ્રિયના વિષયોથી પરામુખ છે. મોહાદિ કષાયભાવોથી વિરક્ત છે. જન્મમરણના દુ:ખને જાણનારો છે, અને કર્મબંધનની શૃંખલાથી છૂટવાનો કામી છે.
આત્મા શરીરાદિથી ભિન્ન છે. સર્વ બાહ્ય સહયોગથી ભિન્ન છે. રાગાદિ પરિણામો પણ શુદ્ધાત્મા નથી, તે ક્ષણિક અને આકુળતાવાળા છે, આત્મા અવિનાશી અને નિરાકુળ છે તેમ અનુભવી કહે છે.
દોધક છંદ (દુહા) દ્વારા સમાધિશતકનો પ્રારંભ ઉપાધ્યાય યશોવિજયજી સમાધિશતકની રચના કરતાં શ્રુતજ્ઞાનરૂપ સરસ્વતીને તથા જિનેશ્વરને વંદન કરે છે.
પ્રણમી સરસ્વતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમ બોધકો, કરસું સરસ પ્રબંધ. છંદ-૧ ભાવાર્થ : સરસ્વતી, ભારતી = સમગ્ર શ્રુતજ્ઞાનની શક્તિરૂપ
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org